ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોનાના 26.38 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 1 લાખ 84 હજાર 235 મોત થયા છે. કુલ 7.18 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 8.49 લાખ કેસ નોંધાયા છે. 47 હજાર 681 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અસ્થાયી રીતે ઈમિગ્રેશન સસ્પેન્ડ કરવાના આદેશ ઉપર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાના નાગરિકોને નોકરીની તક પહેલા મળે તે માટે તેમણે આ નિર્ણય કર્યો છે. 60 દિવસ પછી તેનો સમયગાળો વધારવો કે નહીં તેનો નિર્ણય લેવાશે.
અમેરિકામાં સ્વાસ્થ્ય સેવાની અસમાનતા: અર્થશાસ્ત્રી જોસેફ સ્ટિગ્લેટ્ઝ
નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી જોસેફ સ્ટિગ્લેટ્ઝએ કહ્યું કે અમેરિકાએ મહામારીનો સામનો કોઈ ત્રીજા વિશ્વના દેશની જેમ કર્યો. અહીં લોકોને મદદ પહોંચાડનાર સેવા પહોંચી શકી નહીં. અમેરિકાના 14 ટકા લોકો ફૂડ વાઉચરથી મળનાર ભોજન ઉપર નિર્ભર છે.
તેમણે વધુમાં કહ્યું કે લોકો બેરોજગારી ભથ્થા માટે આવેદન કરી રહ્યા છે. સ્વાસ્થ્ય સેવાની અસમાનતા માટે લોકોના જીવ જઈ રહ્યા છે. સરકારની મદદ બેરોજગારીને ભરપાઈ કરવામાં અસમર્થ સાબિત થઈ રહી છે. આગામી મહિનાઓમાં બેરોજગારી વધીને 30 ટકા થઈ જશે.
બ્રિટન: મૃતકોની સંખ્યા વધારે હોય શકે છે
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિક્સ મુજબ બ્રિટનમાં મૃતકોની સંખ્યા 41 હજારથી વધારે હોય શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં માત્ર એ જ મોતની ગણતરી કરાઈ છે જે હોસ્પિટલમાં થયા છે. આનાથી અલગ મરનારની ગણતરી આમાં કરાઈ રહી નથી. આ પહેલા એક રિપોર્ટમાં કહેવામા આવ્યું હતું તે બ્રિટનમાં 10 એપ્રિલ સુધીમાં 13121 લોકોના જીવ ગયા છે. જ્યારે સરકારી આંકડો 9288 હતો. હાલ બ્રિટનમાં 18 હજાર 100 મોત થયા છે.
જર્મની: માસ્ક પહેરવું ફરજીયાત
જર્મનીમાં તમામ 16 રાજ્યમાં આગામી સપ્તાહથી જાહેર સ્થળોએ માસ્ક પહેરવું ફરજીયાત કરી દીધું છે. જોકે બર્લિનમાં શોપિંગ દરમિયાન માસ્ક પહેરવું જરૂરી નથી. સાથે અહીં વેક્સીનને માણસ ઉપર ટ્રાયલ કરાને મંજૂરી આપી દીધી છે. 18થી 55 વર્ષની લગભગ 200 વ્યક્તિ ઉપર આ ટ્રાયલ કરાશે. જર્મનીમાં કુલ કેસ એક લાખ 50 હજાર 648 અને મૃત્યુઆંક 5,315 થયો છે.
નેપાળે ભારતનો આભાર માન્યો
મહામારી સામે લડવા માટે ભારતે નેપાળમાં 23 ટન દવા મોકલી હતી. આ માટે નેપાળના પીએમ કેપી શર્મા ઓલીએ ટ્વિટ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે પીએમ મોદીનો હું આભાર માનું છું. નેપાળમાં સંક્રમણના 45 કેસ છે, હજુ સુધી કોઈનું મોત થયું નથી.
ઈટાલીમાં 24 કલાકમાં 437 લોકોના જીવ ગયા
ઈટાલીમાં મોતનો આંકડો 25 હજારને પાર કરી ગયો છે. ઈટાલીમાં ધીમે ધીમે મોતમાં ઘટાડો થઈ રહ્યો છે. એક દિવસ પહેલા અહીં 534 લોકોના મોત થયા હતા. અહીં કુલ કેસ 1 લાખ 87 હજાર 327 છે અને 25,085 લોકોએ જીવ ગુમાવ્યા છે.
આજે કયા દેશું કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ
દેશ | કેસ | મોત |
અમેરિકા | 849,092 | 47,681 |
સ્પેન | 208,389 | 21,717 |
ઈટાલી | 187,327 | 25,085 |
ફ્રાન્સ | 159,877 | 21,340 |
જર્મની | 150,648 | 5,315 |
બ્રિટન | 133,495 | 18,100 |
તુર્કી | 98,674 | 2,376 |
ઈરાન | 85,996 | 5,391 |
ચીન | 82,798 | 4,632 |
રશિયા | 57,999 | 513 |
બ્રાઝીલ | 46,182 | 2,924 |
બેલ્જિયમ | 41,889 | 6,262 |
કેનેડા | 40,190 | 1,974 |
નેધરલેન્ડ | 34,842 | 4,054 |
સ્વિત્ઝરલેન્ડ | 28,268 | 1,509 |
પોર્ટુગલ | 21,982 | 785 |
ભારત | 21,393 | 681 |
પેરુ | 19,250 | 530 |
આયરલેન્ડ | 16,671 | 769 |
સ્વીડન | 16,004 | 1,937 |
ઓસ્ટ્રિયા | 14,925 | 510 |
ઈઝરાયલ | 14,498 | 189 |
સાઉદી અરેબીયા | 12,772 | 114 |
જાપાન | 11,950 | 299 |
અપડેટ્સ
યુક્રેનમાં 467 નવા કેસ સામે આવતા કુલ કેસની સંખ્યા 6592 થઈ ગઈ છે અને અહીં 174 લોકોએ જીવ ગુમાવ્યો છે.