ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, તલિબાનની સાથે નહી કરવામાં આવે બેઠક, શાંતિ સમજૂતી રદ્દ

0
11

કાબુલમાં એક અમેરિકન સૈનિકની હત્યા પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ્ર ટ્રમ્પે અફધાનિસ્તાનમાં તાલિબાન સાથે શાંતિ વાર્તા રદ્દ કરી દીધી છે.

આ જાણકરી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે ઑફિશ્યલ ટ્વિટર એકાઉન્ટ પરથી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યુ કે, ”કાબુલમાં એક હુમલામાં એક મહાન સૈનિક અને 11 લોકોની મોત થઇ. હું તાત્કાલિક ધોરણે આ મીટિંગ રદ્દ કરું છે અને શાંતિ સમજૂતીને બંધ કરું છું, પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે આ પ્રકારના લોકો ઘણાને મારી શકે છે.”

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આગળ કહ્યુ કે, ”તેમણે (તાલિબાન) વધારે ખરાબ કરી દીધી છે, જો તેઓ આ મહત્વપૂર્ણ શાંતિ વાર્તાના દરમિયાન સંઘર્ષ વિરામ માટે સહમત નથી થઇ શકતા અને ત્યાં સુધી કે 12 નિર્દોષ લોકોને મારી શકે છે, તો તેઓ શાંતિ સમજૂતી પર વાતચીત કરવાની તાકાત નથી રાખતા. વધારે કેટલા વર્ષો સુધી લડવા માટે તૈયાર છે?”

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યુ કે, ”તાલિબાનના દિગ્ગજ નેતા અને અફધાનિસ્તાનના રાષ્ટ્રપતિ રવિવારે ગુપ્ત રીતે કેમ્પ ડેવિડમાં તેમણે મળવાના હતા. તેઓને અમેરિકા આવવાનું હતુ. પરંતુ સ્પષ્ટ છે કે દુર્ભાગ્યના જૂઠનો તેઓ લાભ કરવા માટે આવું કરે છે.”

ઉલ્લેખનીય છે કે, શુક્રવારેક પહેલા જણવવામાં આવ્યુ હતુ કે અફધાની રાષ્ટ્રપતિ અશરફ ગની 13 સભ્યોના પ્રતિનિધિમંડળની સાથે શનિવારના અમેરિકાની યાત્રા કરશે અને 9 સપ્ટેમ્બરના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મુલાકાત કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે આ પહેલા જ સ્પષ્ટ કરી દીધુ એક સૈનિકની મોત પછી બેઠક રદ્દ કરી દીધી છે. જોકે કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અફધાન અને અમેરિકાની વચ્ચે શાંતિ પ્રકિયાથી જોડાયેલા મતભેદના કારણે આ યાત્રાને ટાળી દેવામાં આવી છે.

આ પહેલા અફધાન સરકારે અમેરિકા અને તાલિબાનની વચ્ચે શાંતિ સમજૂતીની નકારાત્મક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિના પ્રવક્તાએ જણાવ્યુ કે, અફધાન સરકાર શાંતિ સમજૂતીની પરિણામો અને ખતરાને લઇને ચિંતામાં છે. અમેરિકાના અધિકારીઓ અને સીનેટરોએ પણ આ પ્રકારની ચિંતા વ્યકત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here