રામ મંદિર માટે આખા દેશમાંથી 2100 કરોડ રુપિયા દાન મળ્યુ

0
3

અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિર મંદિર માટે લોકો દિલ ખોલીને દાન આપી રહ્યા છે. છેલ્લા 44 દિવસથી આ માટે ચાલી રહેલા અભિયાનનો શનિવારે છેલ્લો દિવસ હતો અને રામ મંદિર માટે આખા દેશમાંથી 2100 કરોડ રુપિયા દાન મળ્યુ છે.

15 જાન્યુઆરીએ જ્યારે અભિયાન શરુ કરવામાં આવ્યુ ત્યારે એવો અંદાજ હતો કે, 1100 કરોડ રુપિયાનુ ડોનેશન આ અભિયાન થકી મળશે પણ લોકોએ દાનનો પ્રવાહ એવો વહેવડાવ્યો છે કે, અપેક્ષા કરતા 1000 રુપિયા વધારે જમા થયા છે. શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટનુ કહેવુ છે કે, લોકોએ આ અભિયાનમાં ઉમળકાભેર ભાગ લીધો છે અને ભારતના અંતરિયાળ ગામડાઓમાંથી પણ મંદિર માટે દાન આવ્યુ છે.

તેમનુ કહેવુ હતુ કે, 2100 કરોડ કરતા વધારે રકમ જમા થઈ છે અને કદાચ એવુ બનશે કે, મંદિર અને તેના પરિસર નિર્માણ માટે જે ખર્ચ થવાનો છે તેના કરતા વધારે રકમનુ દાન આવ્યુ છે.

આ સ્થિતિ સર્જાય તો અયોધ્યાના સંતોએ સૂચન કર્યુ છે કે, મંદિર નિર્માણ બાદ જો રકમ વધે તો તેનાથી અયોધ્યામાં વિકાસ કાર્યો હાથ ધરવા જોઈએ. ટ્રસ્ટે માતા સીતાના નામ પર અયોધ્યામાં સંસ્કૃત યુનિવર્સિટીનુ નિર્માણ કરવુ જોઈએ. વધારાની રકમથી બીજા મંદિરોનુ પણ ફરી નિર્માણ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here