તમારા બાળકનું વેક્સીનેશન કરાવવાનું ચુકશો નહીં, જાણો તેની પાછળનું કારણ

0
6

પેરેન્ટિંગ જીવનમાં આવતા એવા સમયમાંથી એક છે જેના માટે તમે ક્યારેય પણ સંપૂર્ણપણે તૈયાર ન થઇ શકો. બાળકોને સંભાળતા પરિસ્થિતિઓ ઉપર-નીચે થતી જ રહે છે, પરંતુ આ જ પરિસ્થિતિઓ પેરેન્ટિંગ સમયને ખાસ પણ બનાવે છે. પેરેન્ટિંગમાં વેક્સીનેશન એટલે કે રસીકરણ એક એવી વસ્તુ છે જ્યાં માતા-પિતાને મદદની જરૂર અનુભવાય છે. વેક્સીનેશનની જરૂરતને સમજવું ખૂબ જ જરૂરી છે જેથી તમારું બાળક વેક્સીનેશનનું એક શૉટ પણ મિસ ન કરે. આજના સમય અને પરિસ્થિતિમાં વેક્સીનેશન ખૂબ જ જરૂરી છે. કોવિડ-19 બાદથી પેરેન્ટ્સ વેક્સીનેશન માટે હૉસ્પિટલ જવાનું ટાળી રહ્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડેટા અનુસાર, ઓછામાં ઓછા 80 મિલિયન બાળકો ડિપ્થીરિયા, ઓરી અને પોલિયો જેવી બીમારીઓ માટે વેક્સીનેશન કરાવતા નથી. આ રસીની મદદથી બાળકોમાં જીવલેણ બીમારીઓથી બચાવી શકાય છે. એક સારી વાત એ છે કે જો તમે બધી રસીઓમાંથી એક વેક્સીનેશન મિસ કરી દો છો તો પણ આ બીમારીઓથી બચી શકાય છે. હવે જ્યારે અનલોક થયા બાદ બધુ ધીમે-ધીમે પહેલા જેવી પરિસ્થિતિઓ થઇ રહી છે ત્યારે આ જ યોગ્ય સમય છે કે બાળકનું વેક્સીનેશન પણ કરી લેવામાં આવે. જાણો, બાળકો માટે વેક્સીનેશન કેમ જરૂરી છે.

શું છે વેક્સીનેશન?

વેક્સીનેશન કેટલીક સામાન્ય અને કેટલીક ગંભીર બીમારીઓથી સુરક્ષિત રાખવાની પદ્ધતિ છે. આ ખાસકરીને બાળકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે વેક્સીનેશન બાળકોમાં ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે હેલ્ધી ડાયેટની સાથે-સાથે બાળકો માટે વેક્સીનેશન લેવું પણ જરૂરી હોય છે જેનાથી તેમનું શરીર વાયરસ અને બેક્ટેરિયાથી સુરક્ષિત રહે.

રસીકરણનો સમય નક્કી કરો

આપણે જાણીએ છીએ કે સાવચેતી સારવાર કરતા શ્રેષ્ઠ હોય છે. જેનું સૌથી યોગ્ય ઉદાહરણ વેક્સીનેશન છે. તમારા બાળકને વેક્સીનેશન સમય મળતું રહે તે માટે ટાઇમિંગનું ટાઇમટેબલ બનાવી રાખો. તેના માટે તમે બાળકોના ડોક્ટરની મદદ લઇ શકો છો. બાળકો માટે વેક્સીનેશનની શરૂઆત તેના જન્મ થતા પહેલાથી જ શરૂ કરવામાં આવે છે. એવી કેટલીય મહત્ત્વપૂર્ણ વેક્સીનેશન છે જે ગર્ભવતી મહિલાઓ પોતાની ઇમ્યૂનિટી વધારવા માટે લેવી જોઇએ જેથી તે ઇમ્યુનિટી બાળકમાં ટ્રાન્સફર થઇ શકે. આ સાથે જ જન્મ બાદ કેટલીય વેક્સીનેશન કરાવવાની હોય છે જે ખૂબ જ જરૂરી હોય છે.

બાળકને સમય-સમય પર વેક્સીનેશન મળે તે માટે તમે જ્યારથી ગર્ભવતી થાવ ત્યારથી ડૉક્ટરની સાથે મળીને ટાઇમ-ટેબલ બનાવી લો. બાળકની જરૂરિયાત અનુસાર ડૉક્ટરની સલાહથી લેતા રહો.

વેક્સીનેશન મિસ કરવા પર શું થાય છે?

મોટાભાગના માતા-પિતા મૂંઝવણમાં હોય છે કે જો વેક્સીનેશન મિસ થઇ જાય તો શું થશે? ડોક્ટર દ્વારા બનાવીને આપવામાં આવેલ વેક્સીનેશન ચાર્ટ તમારા બાળકની જરૂરિયાત પર આધારિત હોય છે જે બાળકને સુરક્ષિત રાખે છે. વેક્સીનેશન મિસ કરવાથી બાળકની સુરક્ષા પર આંચ આવી શકે છે. જો કે, વેક્સીનેશન ન લેવા કરતા તો સારું રહેશે કે મોડા તો મોડા પરંતુ બાળકનું રસીકરણ કરાવી દેવું જોઇએ.

અનલોકમાં એન્ટર થયા બાદ સૌથી પહેલા પોતાના બાળકના ડોક્ટરનો સંપર્ક કરીને વેક્સીનેશન કોર્સનો પ્લાન શરૂ કરો. ડૉક્ટર્સ અને હોસ્પિટલ તમને સુરક્ષિત રાખવા માટે તમામ સુરક્ષા નિયમોનું ધ્યાન રાખી રહ્યા છે, પછી તે સતત સેનિટાઇઝ કરવાનું હોય કે પછી ઉપકરણોનો ઉપયોગ હોય વગેરેમાં સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે છે, આ સુરક્ષા નિયમ માત્ર હૉસ્પિટલ સ્ટાફ દ્વારા જ નહીં પરંતુ બીમાર વ્યક્તિઓ અને ડૉક્ટર્સ દ્વારા પણ ફૉલો કરવામાં આવી રહ્યા છે. તેથી હવે ડૉક્ટરનો સંપર્ક કરીને બાળકની મિસ થઇ ગયેલ વેક્સીન શોટ અપાવી દો.

વેક્સીનેશનનો ડર

હાલની પરિસ્થિતિને જોતા લોકોમાં હોસ્પિટલમાં જવાનો ડર રહે છે. એટલા માટે હવે તે સમજવું પણ વધુ જરૂરી બની ગયું છે કે વેક્સીનેશન જ તે જરૂરી પાર્ટ છે જે તમારા બાળકને બીમારીઓથી બચાવશે. બાળકોમાં ઇન્ફેક્શન થવાનું જોખમ વધારે હોય છે અને એવામાં તેમને યોગ્ય સમયે સંપૂર્ણ રસીકરણ પ્રક્રિયા પૂરી કરવામાં ન આવે તો તમારું બાળક વધુ મુસીબતમાં પડી શકે છે. આ ઉપરાંત, વેક્સીનેશન બાદ બાળકને થતી કેટલીય પરેશાનીઓ પણ ડરનું એક કારણ છે. જો કે, વિજ્ઞાન અને ટેક્નિક્સમાં થતા ફેરફાર બાદ આ ડર પણ ઓછો કરી દેવામાં આવ્યો છે.

સિંગલ-શોટ વેક્સીનેશન તમારા બાળકને કેટલાય સામાન્ય ઇન્ફેક્શન જેવા કે – ડિપ્થીરિયા, પર્ટુસિસ, ટેટનસ વગેરેથી બચાવે છે. વેક્સીનેશનના એટલા ફાયદા છે કે વેક્સીનેશન બાદ થતી પરેશાની તેની આગળ ઘણી સામાન્ય લાગશે. આ ડરથી બચવા માટે તમે તમારા વિશ્વસનીય ડૉક્ટર પાસે જાઓ અને ધ્યાન રાખો કે તમારું બાળક હંમેશા માસ્ક, ગ્લવ્સ વગેરે પહેરે. જો તમે અત્યાર સુધી પોતાના બાળક માટે વેક્સીનેશન પર વિચાર કરી રહ્યા છો તો આ સમય તમારા ડૉક્ટરનો સંપર્ક કરીને વેક્સીનેશન અપાવવાનો યોગ્ય સમય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here