સુવિધા : પૈસા ન હોવાથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બંધ ન કરો, ‘પોઝ’ સુવિધાનો લાભ લો અને 6 મહિના પછી ઇન્સ્ટોલમેન્ટ ભરો

0
7

દિલ્હી. દેશમાં કોરોનાને કારણે લોકડાઉન છે અને તેના કારણે લોકોની આર્થિક સ્થિતિ કથળી છે. આવી સ્થિતિમાં મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટર્સ SIP બંધ કરવાનું વિચારી રહ્યા છે. જો તમે પણ આવું કરવાનું વિચારી રહ્યાં હો તો તેને બંધ કરવાને બદલે ‘પોઝ’ સુવિધાનો લાભ ઉઠાવી શકો છો. આનાથી તમારે 1થી 6 મહિના સુધી SIPમાં પૈસા જમા કરાવવાના નહીં રહે. મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ હાઉસ આ સુવિધા આપી રહ્યા છે.

‘પોઝ’ સુવિધા શું છે?

આ સુવિધા હેઠળ તમે થોડા સમય માટે રોકાણ કરવાનું બંધ કરી શકો છો. પહેલાં આ સુવિધા 1થી 3 મહિનાની હતી. પરંતુ હવે કેટલાક ફંડ હાઉસ 1થી 6 મહિના માટે આ સુવિધા આપી રહ્યા છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે જો તમે 6 મહિના માટે SIP ‘પોઝ’ કરશો તો 6 મહિના પછી SIP આપમેળે જ કપાઈ જશે. આ સુવિધા માટે કોઈ વધારાનું વ્યાજ ચૂકવવું પડશે નહીં.

લાભ લેવા શું કરવું?

જો તમે પણ SIP ‘પોઝ’ની સુવિધા લેવા માગતા હો તો એસેટ મેનેજમેન્ટ કંપનીને આ માહિતી મેલ અથવા ફોન દ્વારા આપવાની રહેશે. જો કંપની 1થી 6 મહિના માટે આ સુવિધા આપી રહી હોય તો તમે SIPને ઓછામાં ઓછા 1 મહિના માટે અને મહત્તમ 6 મહિના માટે ‘પોઝ’ કરી શકો છો. મેલમાં તમારે તમારો ફોલિયો નંબર આપવો પડશે. ત્યારબાદ કંપની તમને આ સુવિધા આપશે. ‘પોઝ’ પિરિઅડ પૂરો થયા પછી તમારી હપ્તા ફરીથી કપાવવાના શરૂ થઈ જશે. કોઈપણ વ્યક્તિ તેનો લાભ લઈ શકે છે.

આ ફંડ હાઉસ ‘પોઝ’ની સુવિધા આપી રહ્યા છે

રોકાણ બંધ કરવું યોગ્ય નથી

SIP બંધ ન કરવું જોઇએ કારણ કે, આગામી દિવસોમાં બજારમાં સુધારો થવાની અપેક્ષા છે. જો તમે હવે આ સુવિધાનો લાભ લો તો તમારે 3થી 6 મહિના સુધી SIPમાં પૈસા આપવાની જરૂર રહેશે નહીં. જો તમને લાગે કે ‘પોઝ’ પિરિઅડ પછી માર્કેટના સેન્ટિમેન્ટ્સ સુધરી રહ્યા છે તો ત્યારબાદ તમે SIP ચાલુ રાખી શકો છો. જો બજારમાં બધુ બરાબર ન લાગતું હોય તો તમે આ ઇન્વેસ્ટમેન્ટ બંધ કરાવી શકો છો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here