Thursday, April 18, 2024
Homeયુકેમાં માસ્ક ન પહેરનારને બમણો દંડ, ઓકલેન્ડમાં લોકડાઉન લંબાવાયું
Array

યુકેમાં માસ્ક ન પહેરનારને બમણો દંડ, ઓકલેન્ડમાં લોકડાઉન લંબાવાયું

- Advertisement -

લંડન, તા. 15 ઓગસ્ટ, 2020,

દુનિયામાં કોરોના વાઇરસનો ચેપ લાગવાના કેસોની સંખ્યા 20,77,08,947 થઇ છે જ્યારે કોરોનાના કારણે મોતને ભેટનારાની સંખ્યા 7,53,283 થઇ છે તેમ અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવસટીએ જણાવ્યું હતું.

આજે પણ અમેરિકા કોરોનાના 5,24,08,678 કેસ સાથે મોખરે છે તેના પછી 31,64,785 કેસો સાથે બ્રાઝિલ અને ત્રીજા ક્રમે 23,96,637 કેસો સાથે ભારત છે. દુનિયામાં કુલ 1,29,35,209 જણાં કોરોનાના ચેપમાંથી સાજા પણ થયા છે. સાજા થનારામાં મોટાં ભાગના બ્રાઝિલના રહીશો છે.

દરમ્યાન યુકેમાં શનિવારથી લોકડાઉનના નિયંત્રણો હળવાં કરવાના ભાગરૂપે કલ્ચર, સ્પોર્ટ, અને બિઝનેસ સેક્ટરને ખોલવામાં આવશે. યુકેના વડા પ્રધાન બોરીસ જ્હોન્સને જણાવ્યું હતું કે રિઓપનિંગના નવા તબક્કામાં વધારે લોકોને કામે પાછાં ફરવાની તક મળશે. જો કે, જરૂર પડે અમે કોરોના મહામારીને કાબૂમાં લેવા માટે બ્રેક મારતાં પણ અચકાઇશું નહીં.

સરકારે સાથે સાથે મોં પર માસ્ક ન પહેરનારાનો દંડ વધારીને બમણો કરી દીધો છે. વારંવાર આ ભૂલ કરનાર પાસેથી મહત્તમ 3200 પાઉન્ડ દંડ વસૂલ કરી શકાશે. હવે 30 કરતાં વધારે લોકોને ગેરકાયદે એકત્ર કરી પાર્ટી યોજનારાને તત્કાળ ઘટનાસ્થળે જ દંડ ફટકારવામાં આવશે. દંડની રકમ હજી નક્કી કરવામાં આવી નથી.

દરમ્યાન ફ્રાન્સમાં એક અટવાડિયામાં કોરોનાના કેસો 66 ટકા વધ્યા હોવાને પગલે બ્રિટિશ સરકારે ત્યાંથી પાછાં ફરતાં અંગ્રેજો માટે શનિવારથી 14 દિવસનું ક્વોરન્ટાઇન ફરજિયાત બનાવ્યું છે. ફ્રાન્સ ઉપરાંત નેધરલેન્ડ, માલ્ટા, મોનાકો અને અમુક કેરેબિયન ટાપુઓ પરથી પાછાં ફરી રહેલાં પ્રવાસીઓ માટે પણ 14 દિવસનું કવોરન્ટાઇન ફરજિયાત બનાવ્યું છે.

દરમ્યાન ન્યુ ઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં લોકડાઉનને બીજા 12 દિવસ માટે લંબાવવામાં આવ્યું છે. ત્રણ મહિના બાદ ફરી ફાટી નીકળેલી કોરોના મહામારીમાં 30 નવા કેસો નોંધાયા છે અને ચેપ પહેલીવાર ઓકલેન્ડની બહાર પણ પ્રસર્યો છે.

આરોગ્ય અધિકારીઓ માને છે કે નવો વાઇરસ વિદેશથી જ આવ્યો છે. પણ જેનોમ ટેસ્ટમાં તેના ક્વોરન્ટાઇન કરવામાં આવેલાં પ્રવાસીઓ સાથે તેની કડી મળતી નથી. ફૂડ સ્ટોરેજમાં ઘણાં કર્મચારીઓને ચેપ લાગ્યો હોવાનું જણાતાં આરોગ્ય અધિકારીઓ હવે શિપિંગ વર્કર્સ તો આ નવા કોરોનાના મૂળમાં છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે.

બીજી તરફ પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 626 કેસો નોંધાવા સાથે કુલ કોરોના કેસોની સંખ્યા વધીને 2,87,300 થઇ છે. જ્યારે 14 નવા મરણ સાથે મરણાંક વધીને 6,153 થયો છે. દરમ્યાન મેલબોર્નમાં જે 14 મોત નોંધાયા તેમાં એક દર્દી તેની વીસીમાં હોવાનું જણાયું છે. જે કોરોનાનો સૌથી નાની વયનો ભોગ બન્યો છે.

વડા પ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે ગયા સપ્તાહે મેલબોર્નના ઘરડાંઘરોમાં 188 જણાના મોત થયા હતા. બીજી તરફ ઉત્તર કોરિયામાં નેતા કિમ જોંગ યુને કેશોંગ શહેરમાંથી ત્રણ સપ્તાહના લોકડાઉનને ઉઠાવી લેવાની જાહેરાત કરી હતી. કિમે પોલિટબ્યુરોની બેઠકમાં સરકાર દ્વારા કોરોના મહામારીને તથા ભારે વરસાદને પગલે આવેલાં પૂરને નાથવા માટે લેવાયેલાં પગલાંની વિગતો આપી હતી. ઉત્તર કોરિયાનો દાવો છે કે તેમના ત્યાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular