Friday, March 29, 2024
HomeIPL 2020 : આજથી સપ્તાહના અંતે ડબલ હેડરનો પ્રારંભ રાજસ્થાન રોયલ્સ V/s...
Array

IPL 2020 : આજથી સપ્તાહના અંતે ડબલ હેડરનો પ્રારંભ રાજસ્થાન રોયલ્સ V/s રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર & દિલ્હી કેપિટલ્સ V/s કોલકાતા નાઇટ રાઇડર્સ

- Advertisement -

અબુધાબી : રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર શનિવારે અહીં આઇપીએલ ટી૨૦ લીગના પ્રથમ મુકાબલા માટે મેદાનમાં ઊતરશે ત્યારે બંને ટીમ માટે ઝાકળનું પરિબળ નહીં પરંતુ કાળઝાળ ગરમી મુખ્ય પડકાર રહેશે. આઇપીએલમાં માત્ર ૧૦ દિવસ (શનિવાર અને રવિવાર) સપ્તાહના અંતે રમાનારા ડબલ હેડરના પ્રથમ મુકાબલા દ્વારા અન્ય ટીમોને દિવસની મેચમાં આવનારા પડકારો અંગે જાણકારી મેળવવામાં મદદ મળશે. આ મુકાબલો બપોરે ૩:૩૦ કલાકે શરૂ થશે. અબુધાબીનું મેદાન મોટું હોવાના કારણે રાજસ્થાનની ટીમ દુબઇના અનુભવનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે. બેંગ્લોરની ટીમે ડેથ ઓવર્સમાં બોલિંગ સુધારવાની જરૂર છે. બંને મેચો અત્યાર સુધીની ત્રણ મેચમાં બે-બે વિજય હાંસલ કરી ચૂકી છે.

દિલ્હી કેપિટલ્સ V/s કોલકાતા નાઇટ રાઇડર્સ : કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઇપીએલમાં રમાનારા બીજા મુકાબલામાં સ્ફોટક બેટ્સમેન આન્દ્રે રસેલ અને રિષભ પંત ઉપર તમામની નજર રહેશે. શારજાહનું ગ્રાઉન્ડ નાનું હોવાના કારણે બંને ટીમો રનનો ઢગલો થાય તેવી પૂરી સંભાવના છે. કોલકાતા પાસે શુભમન ગિલ, આન્દ્રે રસેલ તથા ઇયોન મોર્ગન જેવા બેટ્સમેનો છે. બીજી તરફ દિલ્હી પાસે માકર્સ ટ્રેસ્કોથિક, શ્રેયસ ઐય્યર જેવા આક્રમક બેટ્સમેનો છે. શારજાહના ગ્રાઉન્ડમાં અત્યાર સુધી રમાયેલી બે મેચમાં ૬૨ સિક્સર નોંધાઇ છે જેમાં બંને ટીમો વધારો કરવાનો ઇરાદો ધરાવશે. કોલકાતાની ટીમ ફરીથી વિજયની રિધમ હાંસલ કરી રહી છે. દિલ્હીની ટીમને છેલ્લી મેચમાં હૈદરાબાદ સામે પરાજયનો સામનો કરવો પડયો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular