રૈનાએ નામ પાછું ખેંચ્યા પછી હરભજનના રમવા અંગે પણ શંકા, CSKનો હેઝલવુડ પણ પરિસ્થિતિ અંગે ચિંતિત

0
0

ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK) સાથે સંકળાયેલા 13 સભ્યોનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ ફ્રેન્ચાઇઝના અન્ય ખેલાડી ટેંશનમાં છે. સુરેશ રૈના પહેલા જ ઘરે પરત ફર્યો છે. હરભજન સિંહના રમવા અંગે પણ શંકા છે. તેઓ મંગળવારે દુબઇ જઈ રહ્યા છે. હરભજન સાથે સંકળાયેલા એક સ્ત્રોતે જણાવ્યું હતું કે- તેઓ ચિંતિત છે અને પોતાનું શેડ્યૂલ બદલી અથવા પાછું ખેંચી શકે છે. આ વચ્ચે CSKનો ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ પણ ચિંતિત છે. લીગ બ્રોડકાસ્ટર્સમાંથી એક ક્રૂ મેમ્બરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

46 કરોડના નુકસાન માટે વળતર માગી રહી છે દરેક ફ્રેન્ચાઇઝ

  • મેચો કોરોનાને કારણે ચાહકો વિના રમવાની છે. સ્પોન્સરની રકમ પણ ઓછી થઈ છે.
  • આ સ્થિતિમાં, તમામ ફ્રેન્ચાઇઝ બોર્ડ પાસેથી વળતરની માગ કરી રહી છે. દરેક ટીમને આશરે 46 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે. જો કે બોર્ડે આનો ઇનકાર કર્યો છે.
  • બોર્ડના એક અધિકારીએ કહ્યું કે, ‘ફ્રેન્ચાઇઝના વળતર અંગે વિચારવું બુદ્ધિહીન છે. જો લીગ ન થઈ હોત તો તેમને કઈ ન મળત. આયોજન માટે વિવિધ એજન્સીઓને પૈસા કોણ આપી રહ્યું છે. કોણ મેચ ઓપરેશનમાં ખર્ચ કરી રહ્યું છે.’
  • અધિકારીએ વધુમાં કહ્યું કે, “અમે સ્પષ્ટ કર્યું છે કે વળતર નહીં મળે. ટીમો દબાણ બનાવી રહી છે. શું તે પૈસા કમાતી નથી? દરેક ટીમ આશરે 150 કરોડની કમાણી કરશે. તેમની માગ સારી નથી.”
  • રાજ્ય એસોસિએશનના સભ્યએ કહ્યું, “ફ્રેન્ચાઇઝથી આવી બાબતો કરવામાં આવી રહી નથી. બોર્ડની એક વ્યક્તિ આ બાબતોને વ્યક્તિગત કારણોસર ઉશ્કેરે છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here