દહેજ- યશસ્વી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટઃ આગથી 8 કામદારનાં મોત, 74 ઇજાગ્રસ્ત; એમ્બ્યુલન્સ મોડી આવતા દાઝેલા કર્મીઓ કણસતા રહ્યા

0
0
  • આગ પર કાબૂ મેળવ્યા બાદ 6 મૃતદેહ મળ્યા, 2 કામદારના સારવાર દરમિયાન મોત
  • ભરૂચ જિલ્લા સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી
કંપનીમાં ફાટી નીકળેલી આગ અને એમ્બ્યુલન્સ વિના કણસી રહેલો કર્મચારી

સીએન 24,ગુજરાત

ભરૂચભરૂચ જિલ્લાના દહેજ સ્થિત યશસ્વી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં 8 કામદારના મોત થયા છે. જ્યારે 74 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા છે. જેને પગલે ભરૂચ જિલ્લા સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે યશસ્વી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સમયસર એમ્બ્યુલન્સ ન આવતા દાઝેલા કર્મચારીઓ કણસતા રહ્યા હતા.

આગ પર કાબૂ મેળવ્યા બાદ મૃતદેહો મળ્યા
દહેજની યશસ્વી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગની ઘટનામાં આગ પર કાબૂ મેળવ્યા બાદ મૃતદેહો મળી આવ્યા છે. આગની ઘટનામાં 6 કામદારોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 2 દર્દીના સારવાર દરમિયાન મોત થયા હતા. જ્યારે બાકીના તમામ ઇજાગ્રસ્તોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે, જેમાં ઘણા કામદારોની હાલત ગંભીર છે. જેમની સારવાર ચાલી રહી છે.

કંપનીમાં એમ્બ્યુલન્સની કોઈ વ્યવસ્થા નહીં, સારવારમાં વિલંબ થયો 
યશસ્વી કેમિકલ કંપનીમાં થયેલા બ્લાસ્ટને પગલે આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જેમાંથી કેટલાક કર્મચારીઓ દોડીને કંપનીની બહાર આવી ગયા હતા. જોકે ગંભીર રીતે દાઝેલા કર્મચારીઓ માટે કંપનીમાં એમ્બ્યુલન્સની કોઇ વ્યવસ્થા નહોતી. જેથી કર્મચારીઓને સમયસર સારવાર ન મળતા દાઝેલા કર્મચારીઓ દર્દથી કણસતા જોવા મળ્યા હતા. જોકે બાદમાં કર્મચારીઓને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ દહેજ ફાયર બ્રિગેડના 10 ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો

કંપનીની આસપાસનો સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દેવાયો
યશસ્વી કેમિકલ કંપનીની આસપાસનો સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દેવાયો છે અને ભરૂચ જિલ્લા સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. ભરૂચ જિલ્લા સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે યશસ્વી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here