ડો.હર્ષવર્ધને કહ્યુ, દેશમાં કોરોનાની બીજી સાત વેક્સીન બનાવવામાં આવી રહી છે

0
3

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન અને તેમની પત્નીએ આજે કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો હતો. આ પહેલા માર્ચ મહિનાની શરુઆતમાં તેમણે પહેલો ડોઝ લીધો હતો.

એ પછી તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં બનેલી વેક્સીન સેફ છે અને વેક્સીન લીધા બાદ મને કે મારી પત્નીને કોઈ સાઈડ ઈફેક્ટસ થઈ નથી. સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, દેશમાં રસી આપવાનુ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યુ છે. ભારત તમામ લોકોને રસી લગાવવાની દિશામાં આગળ વધી રહ્યુ છે. આ માટે દેશમાં કોરોનાની બીજી સાત વેક્સીન બનાવવામાં આવી રહી છે. આ પૈકી કેટલાકની ક્લિનિકલ ટ્રાયલ શરુ થઈ છે તો કેટલાકની ટ્રાયલ હાલમાં એડવાન્સ સ્ટેજ પર છે.

તેમણે કહ્યુ હતુ કે, આ સિવાય બીજી બે વેક્સીન પ્રી ક્લિનિકલ ટ્રાયલ અને એક વેક્સિન ફેઝ વન અને અન્ય એક વેક્સીન ફેઝ ટુ સ્ટેજમાં છે.ભારતમાં હાલમાં જે બે વેક્સીન લોકોને આપવામાં આવી રહી છે તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ઘણા લોકોને હજી પણ વેક્સીનને લઈને શંકા છે. હું તેમને કહેવા માંગુ છું કે, વૈજ્ઞાનિકોએ તેને ડેવલપ કરી છે અને આ વેક્સીન માટે કોઈ પણ પ્રકારની શંકા અથવા ગેરસમજ રાખવાની જરુર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here