સુરતમાં કોલેજ ગર્લ પર રેપ થયાની ફરિયાદ બાદ નાટ્યાત્મક વળાંક, યુવતીએ ભાનમાં આવી કહ્યું- હું તો બિલ્ડિંગ પરથી કૂદી આપઘાત કરવા ગઈ હતી

0
0

પ્રતિકાત્મક તસવીર.
  • યુવતીએ કહ્યું- નવા કપડા ખરીદી ડુમસ ફરીને આપઘાત માટે ઉંદર મારવાની દવા પણ પીધી હતી
  • યુવતીની વાત પોલીસને ગળે ઉતરતી નથી, હકીકતો છુપાવી રહી હોવાનું પોલીસનું અનુમાન

સુરતમાં કોલેજ ગર્લ પર રેપ થયાની ફરિયાદ બાદ નાટ્યાત્મક વળાંક આવ્યો છે. લિંબાયત ગોડાદરાની 21 વર્ષીય કોલેજીયન ગર્લ પાર્લે પોઈન્ટ મસ્કતિ પ્લોટ-2માં ગોકુલધામ એપા.ના પાછળના ભાગે બુધવારે મોડીરાત્રે બેભાન હાલતમાં મળતા ઉમરા પોલીસે રેપ, હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો. જોકે, ગત રાત્રે સાડા 11 કલાક બાદ જ્યારે યુવતી ભાનમાં આવી ત્યારે પોલીસને કહ્યું, મારી સાથે રેપ થયો નથી. જિંદગીથી કંટાળી પોતે બિલ્ડિંગ પરથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

યુવતીએ કહ્યું, નવા કપડા ખરીદી ડુમસ ફરીને આપઘાત માટે ઉંદર મારવાની દવા પીધી હતી
ગોડાદરામાં રહેતી 21 વર્ષીય યુવતી બુધવારે સવારે 11.30 વાગ્યે કોલેજ જવા પિતા પાસે કોલેજમાં ફોર્મ ભરવા ફી અને બુકના 10 હજાર લઈ નીકળી હતી. જે મોડી રાત્રે પાર્લેપોઈન્ટના ગોકુળધામ એપાર્ટમેન્ટ નીચે બેભાન હાલતમાં મળતા પોલીસે રેપ- હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો. જોકે, આ પ્રકરણમાં યુવતી ભાનમાં આવ્યા બાદ નાટ્યાત્મક વળાંક આવ્યો છે. જેને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે.

દવાથી નહી મરે તેવું લાગતા એપાર્ટમેન્ટના ટેરેસ પરથી કૂદી છતાં બચી ગઈ
યુવતી ભાનમાં આવી ત્યારે કહ્યું કે, જિંદગીથી કંટાળી ઘરેથી નીકળી નવા કપડા ખરીદી પહેર્યા પછી ડુમસ ફરીને આપઘાત માટે ઉંદર મારવાની દવા પીધી હતી પણ વોમિટ થતા હું આ દવાથી મરીશ નહિ,જેથી એપાર્ટમેન્ટ પરથી ભૂસકો મારવાનું વિચાર્યુ હતું, એક-બે એપાર્ટમેન્ટમાં પણ ગઈ જો કે વોચમેન હોય એટલે જઈ શકી ન હતી. અંતે ગોકુલધામ એપા.માં વોચમેન ન હોવાથી ટેરેસ પર ગઈ હતી. ટેરેસ પરથી પિતાને મેસેજ કર્યો કે, આઈ લવ યુ મોમ એન્ડ ડેડ સ્મિતા (નામ બદલ્યું છે) ઈઝ નો મોર…કહી ફોન તોડી નીચે ભૂસ્કો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસને આ વાત ગળે ઉતરતી નથી. સ્મિતા હકીકતો છુપાવી રહી હોવાનું જણાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here