222 કરોડમાં ડ્રિમ 11 ટાઇટલ સ્પોન્સર બન્યું, વીવોને રિપ્લેસ કરશે, તાતા સન્સ અને રિલાયન્સ જિયોને પાછળ છોડ્યું

0
6

ફેન્ટસી ક્રિકેટ લીગ પ્લેટફોર્મ ડ્રિમ 11એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટાઇટલ સ્પોન્સરશિપ 222 કરોડમાં પોતાના નામે કરી છે. IPLના ચેરમેન બ્રિજેશ પટેલે આ વાત કન્ફર્મ કરી હતી. ડ્રિમ 11એ ટાઇટલ સ્પોન્સરશિપની રેસમાં બાયજૂ, અન-એકેડમી, તાતા સન્સ અને રિલાયન્સ જિયો જેવી કંપનીઓને માત આપી છે. ડ્રિમ 11ની ટાઇટલ સ્પોન્સરશિપનો ટાઈમ પીરિયડ 18 ઓગસ્ટથી ડિસેમ્બર 31 સુધીનો છે.

વીવો દર વર્ષે BCCIને 440 કરોડ આપતી હતી

  • IPLની ટાઇટલ સ્પોન્સરશિપ માટે ચીનમાં સ્માર્ટફોન ઉત્પાદક વીવો અને BCCI વચ્ચે 2018માં કરાર કરવામાં આવ્યો હતો. કરાર પાંચ વર્ષનો હતો.
  • કરાર મુજબ, વીવોએ દર વર્ષે BCCIને IPL ટાઇટલ સ્પોન્સરશિપ માટે રૂ. 440 કરોડ ચૂકવવાના હતા. એક રિપોર્ટ અનુસાર, વીવો IPL 2021માં ટાઇટલ સ્પોન્સરશિપ તરીકે પરત આવી શકે છે.

આ વર્ષે IPL 2020 UAEમાં યોજાશે

  • કોરોના વાયરસ ચેપને કારણે, રમતો સહિતની તમામ પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. ભારત પણ તેમાંથી બાકાત નથી.
  • ભારતમાં રમતગમત માટે હાલની સ્થિતિ બરાબર નથી. આ કારણોસર, IPL 2020 UAEમાં રમાશે. આ વર્ષે IPL 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમાશે.
  • પતંજલિ IPLના મુખ્ય સ્પોન્સર તરીકે પ્રબળ દાવેદાર મનાતી હતી પણ બાબા રામદેવ કહે છે કે કંપની ત્યારે જ સ્પોન્સરશિપ માટે આગળ આવશે જ્યારે કોઈ અન્ય ભારતીય કંપની આગળ નહીં આવે.
  • તેમણે એ દાવાને નકારી કાઢ્યો કે પતંજલિએ સ્પોન્સરશિપ માટે બોલી લગાવી છે.
  • બાયજૂ, અન-એકેડમી, તાતા સન્સ અને ડ્રીમ ઈલેવન જેવી કંપનીઓ રેસમાં હતી. બોર્ડ 18 ઓગસ્ટે નવા સ્પોન્સરની જાહેરાત કરશે, જેનો કરાર ફક્ત આ સિઝન માટે જ હશે.

દુબઈ નહીં અબુધાબીમાં હશે કેકેઆરનું બેઝ

  • કેકેઆર ટીમ 20 કે 21 ઓગસ્ટે UAE રવાના થશે. તેનો બેઝ અબુધાબીની ધ રિટ્ઝ-કાર્લટન હોટેલ હશે. આ હોટેલમાં કેકેઆરના માલિક શાહરુખ ખાનની ભાગીદારી છે. ખેલાડી બાયો-સિક્યોર બબલમાં રહેશે.

સ્મિથની ગેરહાજરીમાં ઉનડકટ કેપ્ટન્સી કરશે

  • જયદેવ ઉનડકટ નિયમિત સુકાની સ્મિથની ગેરહાજરીમાં રાજસ્થાન રોયલ્સની કેપ્ટન્સી કરશે. સ્મિથ IPLના શરૂઆતનાં અઠવાડિયામાં નહીં રમે કેમ કે તે સમયે તે આઈસોલેશનમાં રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here