અમદાવાદ: લો ગાર્ડન ખાતેની જીએલએસ કોલેજના સંચાલક અને જાણીતા એડવોકેટ સુધીર નાણાવટીના જમાઈ અભિષેક શાહ દારૂ પીને ગાડી ચલાવતાં પકડાયા છે. શનિવારે મોડી રાતે સિંધુ ભવન રોડ પરથી દારૂ પીને જગુઆર ગાડીમાં જઇ રહેલા અભિષેક શાહ (બોપલ) અને તેમના મિત્ર પૂરવ શાહ (અશોક વાટિકા, આંબલી રોડ)ની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હતી. જો કે અભિષેકે પોલીસ સાથે ઝઘડો કરીને ઝપાઝપી કરી હોવાથી તેમની ડ્રિંક એન્ડ ડ્રાઈવનો અલગથી કેસ કરવામાં આવ્યો હતો.
નાણાવટીના જમાઇ સહિત 2 સામે ગુનો નોંધી ધરપકડ
આ અંગે વસ્ત્રાપુર પીઆઈ એમ.એમ.જાડેજા એ જણાવ્યું હતું કે અભિષેક સુધીર નાણાવટીના જમાઇ છે. પરંતુ તે અને પૂરવ દારૂ પીધેલી હાલતમાં હોવાથી બંને વિરૂધ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરાઈ છે.
રાત્રે 2 વાગ્યે કાર શંકાસ્પદ જણાતા અટકાવાયા
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિક્રમકુમાર અન્ય પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો સાથે શનિવારે રાતે 2 વાગ્યે વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલી જગુઆર ગાડી શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી હતી. ગાડીમાં બે માણસ હતા, જે પૈકી ચાલકનું નામ – સરનામું પૂછતાં તેમણે પોલીસને સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આથી તેમને ગાડીમાંથી નીચે ઉતરવાનું કહેતા તે ગાડીની બહાર આવીને લથડિયાં ખાઇ રહ્યા હતા.
Array
ડ્રિંક & ડ્રાઈવ : અમદાવાદના સિંધુભવન રોડ પર દારૂ પીને જગુઆરમાં નીકળેલા સુધીર નાણાવટીના જમાઈ પકડાયા
- Advertisement -
- Advertisment -