વજન ઘટાડવાની સાથે ફિટ રહેવા રોજ બ્રેકફાસ્ટમાં પીઓ આ એક જ્યૂસ, જાણો બનાવવાની ખાસ રીત

0
21

શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે હેલ્ધી ફૂડ જરૂરી છે. ખાવાથી શરીરને પોષણ અને પૌષ્ટિક તત્વો સરળતાથી મળી રહે છે. નવી તાકાત મળે છે અને શરીર આખો દિવસ સ્વસ્થ રહે છે. સવારે નાસ્તામાં જો તમે એક ગ્લાસ સફરજન અને બીટનો જ્યૂસ પીઓ છો તો તે તમારું વજન તો ઘટાડે છે સાથે તમારા માટે એક હેલ્ધી ડ્રિંક પણ ગણાય છે. નાસ્તો તમારા મેટાબોલિઝમને સારું રાખે છે અને તમારું વજન ઝડપથી ઘટે છે.

  • વજન ઘટાડવા બ્રેકફાસ્ટમાં પીઓ આ 1 જ્યૂસ
  • બીટ અને સફરજનનો જ્યૂસ ઘટાડશે વજન
  • હેલ્ધી જ્યૂસ મેટાબોલિઝમને રાખે છે સારું

બ્રેકફાસ્ટમાં બીટ અને સફરજન ખાવાથી વજન ઘટે છે અને સાથે શરીરને અનેક પૌષ્ટિક તત્વો પણ મળે છે. શરીરમાં તંત્રિકાઓ અને માંસપેશીઓ સારી રીતે કામ કરે છે. તમે ઈચ્છો તો નાસ્તામાં સફરજન અને બીટનો જ્યૂસ પણ પી શકો છો. જો આ જ્યૂસ યોગ્ય રીતે બનાવવામાં આવે તો તેનો ફાયદો સરળતાથી મળી રહે છે.

આ રીતે બનાવો સફરજન અને બીટનો જ્યૂસ

જ્યૂસ બનાવવા માટે પહેલાં 3 બીટ લો અને તેને છોલી લો. હવે 2 સફરજન લો અને તેને છોલી લો. જ્યૂસરમાં આ બંનેને મિક્સ કરીને નાંથો. તેમાં થોડા ફૂદીનાના પાન પણ મિક્સ કરો. હવે આ બધાને પીસી લો. તેમાં થોડો ગોળ કે મધ મિક્સ કરો. થોડો લીંબુનો રસ અને મીઠું મિક્સ કરીને તેને હલાવી લો. હવે તેને ઠંડું થવા દો. બ્રેકફાસ્ટમાં 1 ગ્લાસ આ જ્યૂસ પીઓ. શરીરને નવી તાકાત મળી રહેશે.

જ્યૂસથી મળે છે આ ફાયદા

  • આ જ્યૂસમાં વિટામિન અને ખનીજ પદાર્થો વધારે હોય છે. તેને પીવાથી શરીરના સોજા ઘટે છે અને સાથે વજન પણ ઘટે છે. તે મેટાબોલિઝમને સુધારે છે.
  • ઘણીવાર લોકો વજન ઘટાડવા માટે ડાયટ પર કંટ્રોલ કરે છે અને તેના કારણે ક્રેવિંગની સમસ્યાનો ભોગ બને છે. તેને અટકાવવામાં પણ આ જ્યૂસ ફાયદો કરે છે.
  • બીપીને કંટ્રોલ કરવામાં આ જ્યૂસ તમારી મદદ કરે છે. સફરજન અને બીટનો જ્યૂસ પીવાથી સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બીપી કંટ્રોલમાં રહે છે. તેનાથી લોહીની ખામી દૂર થાય છે.
  • ડિમેન્શિયાની તકલીફ વાળાઓએ આ જ્યૂસ અચૂક પીવો. તેનાથી ભૂલવાની બીમારી ઘટે છે. તમે ઘરના વૃદ્ધ વ્યક્તિને પણ આ જ્યૂસ આપી શકો છો. તેમની યાદશક્તિ સારી રહેશે અને સાથે આ જ્યૂસ પ્લાઝમા નાઈટ્રેટના લેવલને વધારે છે તેથી શરીરમાં એનર્જી જળવાઈ રહેશે.