કોરોનાથી બચવા વધુ પડતા ઉકાળા પીવો છો, તો ચેતી જાઓ

0
0

કોરોનાથી બચવા માટે લોકો નિતનવા પ્રયોગો કરે છે અને સોશીયલ મીડિયામાં ફરતા મેસેજ વાંચીને લોકો આડેધડ નવતાર પ્રયોગો હાથધરે છે અને કોરોનામાં ઇમ્યુની ટી વધારવા વિવિધ ઉકાળાનું સેવન કરે છે. યોગ્ય માત્રામાં ઉકાળાનું સેવન લોકોની ઈમ્યું ની ટી વધારે છે પરંતુ કેટલાક લોકો વધુ પડતાં પ્રમાણમાં ઉકાળાનું સેવન કરે છે ત્યારે વધુ પડતાં પ્રમાણમાં ઉકાળા લેવાનું શરૂ કરતા આંતરડા અને હોજરીમાં ચાંદા પડવાના કેસમાં 25 થી 30 ટકાનો વધારો થયો હોવાનું ડોક્ટરોનું કહેવું છે. કોઈ પણ પ્રકારના ઉકાળાનું સેવન વ્યક્તિની પ્રકૃતિને ધ્યાનમાં રાખી ચોક્કસ માત્રામાં આયુર્વેદિક તજજ્ઞની સલાહ પ્રમાણે જ કરવું જોઇએ.

વધુ પડતાં ઉકાળા પીવાને કારણે લોકોને થતી સમસ્યા

પેટમાં બળતરાં થવી. દિવસમાં બે વખ ઉકાળા પીવાથી પેટમાં બળતરાં થવાની ફરિયાદો સામે આવી હતી.તેમજ સાથે સાથે પ્રકૃતિ વિરુદ્ધ વધુ પડતાં ઉકાળાના સેવનથી ઝાડા થવાના પણ કેસ નોંધાયા છે.

પેટમાં ચાંદા પડવા.

વધુ પડતાં ઉકાળા પીવાને કારણે એસિડિટી, પેટમાં અસહ્ય દુખાવો બળતરા તેમજ પેટમાં ચાંદા પડવાની સમસ્યા પણ સર્જાઈ સકે છે જ્યારે એસિડિટી થી પીડાતા લોકો ઉકાળાનું સેવન કરે તો તે આગમાં ઘી હોમ્યા બરાબર છે, અને આંતરડા માં ચાંદા પણ પડી શકે છે.તેમજ આંતરડામાં સોજાની તકલીફ પણ થાય છે.

ઉકાળા એ દરેકની પ્રકૃતિને અનુકૂળ નથી આવતા કારણ કે દરેકમાં કફ,વાત,પિત અને સમ જેવી અલગ અલગ પ્રકૃત્તિ હોય છે .જેથી લોકોએ નિષ્ણાંતોનો સલાહ અનુસાર ઉકાળાનું સેવન કરવું જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here