સવારે ખાલી પેટ નારિયેળ પાણીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક હોય છે.

0
8

નારિયેળ પાણી પીવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે આ સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. તેમાં શરીર માટે ફાયદાકારક કેટલાય પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને ઇલેક્ટ્રોલાઇટ મળી આવે છે. આ ઉપરાંત તેમાં કેલોરી અને ફેટ પણ ઓછું હોય છે. ભારતમાં તો નારિયેળ પાણી ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ આ ઉપરાંત શ્રીલંકા, ઇન્ડોનેશિયા, ફિલીપાઇન્સ અને બ્રાઝીલ જેવા દેશોમાં પણ લોકો નારિયેળ પાણી પીવાનું ખૂબ જ પસંદ કરે છે. તેના સેવનથી વજન ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. જાણો, નારિયેળ પાણીના ફાયદા વિશે…

નારિયેળ પાણીનું સેવન લિવર માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. તેમાં એન્ટી-ઑક્સીડેન્ટ ગુણ હોય છે, જે લિવરમાં કેટલાય પ્રકારના વિષાક્ત પદાર્થોની પ્રવૃત્તિમાં ઘટાડો કરે છે. આ રીતે નારિયેળ પાણી લિવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેથી તમારે નારિયેળ પાણીનું સેવન કરવું જોઇએ.

હાઇ બ્લડ પ્રેશરમાં નારિયેળ પાણીનું સેવન લાભદાયી માનવામાં આવે છે. થોડાક વર્ષો પહેલાં વેસ્ટઇન્ડીઝના મેડિકલ જર્નલમાં એક શોધ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ શોધમાં જાણવા મળ્યું હતું કે નારિયેળ પાણી હાઇ બીપીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

નારિયેળ પાણી હૃદય રોગના જોખમને પણ ઘટાડવામાં મદદ કરે છે. નારિયેળ પાણી બેડ કૉલેસ્ટ્રોલને ઘટાડે છે અને ગુડ કૉલેસ્ટ્રોલના લેવલને વધારવામાં મદદ કરે છે. તેના સેવનથી હાઇપરટેન્શન અને સ્ટ્રોકનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે.

નારિયેળ પાણીને વજન ઓછું કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે. આ કેલોરીમાં ઓછું અને પચાવવામાં સરળ હોય છે. તેમાં કેટલાય એવા તત્ત્વ મળી આવે છે જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. તેનું દરરોજ સેવન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. સવારે ખાલી પેટ તેનું સેવન સૌથી વધારે ફાયદાકારક રહે છે. આ સવારની સુસ્તીને દૂર કરીને નવી ઊર્જા પ્રદાન કરે છે જેનાથી તમે પોતાની જાતને દિવસભર સ્ફૂર્તિમય રાખી શકો છો. કોઇ પણ વસ્તુનુ સેવન કરતાં પહેલાં પોતાના ડૉક્ટર અથવા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here