Thursday, March 28, 2024
Homeદિવસમાં 3 કપથી વધુ કોફી પીવાથી માઇગ્રેનનું જોખમ વધે છે
Array

દિવસમાં 3 કપથી વધુ કોફી પીવાથી માઇગ્રેનનું જોખમ વધે છે

- Advertisement -

હેલ્થ ડેસ્કઃ (અહેવાલ : રવિ કાયસ્થ )  ઘણીવાર જ્યારે માથામાં દુખાવો ઉપડે તો લોકો કોફી પીવાનું પસંદ કરે છે. કારણ કે, ગરમાગરમ કોફી માથાના દુખાવામાંથી ઝડપથી રાહત અપાવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ કોફી તમને જીવનભર માથાનો દુખાવો આપી શકે છે? અહીં વાત થઈ રહી છે માઇગ્રેનની. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે માથાનો દુખાવો હોય તો કોફી પીવાથી રાહત મળે છે. પરંતુ તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વધુ પડતી કોફી પીવી પણ માઇગ્રેનનું કારણ બની શકે છે.

અમેરિકન જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, દિવસમાં 3 કપ કે તેથી વધુ કોફી પીવાથી માઇગ્રેનનું જોખમ વધી શકે છે. અમેરિકા સ્થિત બેથ ઈઝરાયલ ડેકોનેસ મેડિકલ સેન્ટરના સંશોધકોએ માઇગ્રેન અને કેફીનયુક્ત પદાર્થો વચ્ચેનો સંબંધ તપાસ્યો. માઇગ્રેનથી પીડિત દર્દીને આ દુખાવામાં મગજના અડધા ભાગમાં ભયંકર દુખાવો થાય છે. ચક્કર આવવા, અચાનક મન બદલવું, પ્રકાશ અથવા અવાજથી તકલીફ થવી એ માઇગ્રેનનાં લક્ષણોમાંના મુખ્ય લક્ષણ છે.

હાર્વર્ડ ટી એચ ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના એલિઝાબેથ મોસ્તોફસ્કીની ટીમે આ સંશોધનમાં જાણ્યું કે, જે લોકોને ક્યારેક-ક્યારેક માઇગ્રેનની સમસ્યા થતી હતી, તેમને એક અથવા બે વાર કેફીનયુક્ત પીણાં પીવાથી એ દિવસે દુખાવો ન થયો. પરંતુ ત્રણ કપ કે તેનાથી વધુ કોફીનું સેવન કરવાથી એ દિવસે અથવા બીજા દિવસે તેમને માથામાં દુખાવો થયો.

પૂરતી ઊંઘ ન લેવી પણ એક કારણ
આ અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે, ઊંઘ પૂરી ન થાય તો પણ માઇગ્રેનનું જોખમ વધી શકે છે. પરંતુ કેફીનની ભૂમિકા ખાસ એટલે જટિલ છે કારણ કે, એકબાજુ તો આ માઇગ્રેનનું જોખમ વધારે છે, તો બીજીબાજુ આ દુખાવાને નિયંત્રણમાં લાવવા પણ મદદરૂપ છે.
ડોક્ટર્સ જણાવે છે કે, જ્યારે પણ તમને માઇગ્રેનનો દુખાવો ઉપડે અને તરત સારવાર માટે અથવા તો દુખાવામાંથી રાહત મેળવવા તમારી પાસે કોઈ દવા ન હોય તો પણ કોફી પીવાનું ટાળો. કારણ કે, આ ટેવ તમને ભવિષ્યમાં બહુ નુકસાન પહોંચાડી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular