આ શાકનો જ્યૂસ પીવાથી ત્વચા થશે ધોળી દૂધ જેવી, નહીં ખરે વાળ

0
68

સ્વાસ્થ્યની સાથે-સાથે બીટ તમારી સુંદરતા વધારવામાં મદદ કરે છે. ત્વચા સંબંધી દરેક પ્રકારની સમસ્યાનો ઉકેલ બીટમાં છુપાયેલો છે. તે સિવાય બીટ તમારા વાળ માટે બેસ્ટ માનવામાં આવે છે. બીટ તમારી ત્વચા અને વાળ માટે કેવી રીતે ફાયદાકારક છે. અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઇએ તે અમે જણાવીશું.

– બીટ વાળ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. બીટથી તમે ખરતા વાળની સમસ્યાથી રાહત મેળવી શકો છો. જેના માટે તમે બીટના જ્યૂસને મહેંદી કે આંબળામાં મિક્સ કરીને લગાવી શકો છો.

– એક કપ બીટને પીસીને તેમા એક લીંબુનો રસ, બે ચમચી દહીં, અડધી ચમચી પલાળેલી મેથી અને આંબળા પીસીને મિક્સ કરી લો. આ પેકને અઠવાડિયામાં બે દિવસ વાળમાં લગાવો, બે કલાક બાદ વાળને શેમ્પુથી ધોઇ લો. થોડાક દિવસમાં તમને ફરક જોવા મળશે.

– જો તમેન શિયાળામાં ચહેરા પર ગ્લો જોઇએ છે તો રોજ બીટનું જ્યૂસ પીવું જોઇએ જે ફાયદાકારક હોય છે. પરંતુ તેને ફેસપેક બનાવીને ચહેરા પર લગાવી શકો છો. બીટના જ્યૂસમાં ચણાનો લોટ, નારંગીની છાલનો પાવડર અને મસૂલની દાળનો પાવડર મિક્સ કરીને ચહેરા પર લગાવો. રોજ બીટના જ્યૂસથી ચહેરા પર મસાજ કરી શકો છો. આમ આ રીતે મસાજ કરવાથી તમારી ડેડ સ્કિન નીકળી જશે અને ચહેરો મુલાયમ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here