વરસાદ બાદ અમદાવાદના રસ્તાઓ પર વાહન ચલાવો તો ડિસ્કો ક્લાસીસમાં હો તેવી ફિલ આવશે

0
0

(રિપોર્ટર : રવિકુમાર કાયસ્થ)

અમદાવાદમાં સતત વરસાદને પગલે રોડ રસ્તાની હાલત ઘણી જ ખરાબ જોવા મળી રહી છે. સમગ્ર અમદાવાદમાં ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યાં છે.

શહેરના પોશ એરિયા એવા વસ્ત્રાપુરમાં પણ રોડ રસ્તાની હાલત કંઈક આવી જ જોવા મળી રહી છે. તંત્રની ઘોર બેદરકારીને પગલે લોકોને ભારે મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે.

આ અંગે લોકોએ અનેક રજૂઆત કરી છે તેમજ મીડિયામાં રોડ રસ્તાની હાલત અંગે અહેવાલો આવે છે તેમ છતાં એએમસીના પેટનું પાણી હલતું નથી અને માત્ર થીગડાઓ મારી પોતે યોગ્ય કામગીરી કરી હોય તેવો સંતોષ મનાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here