Thursday, April 18, 2024
Homeદહેગામ : મુખ્ય માર્ગો ઉપર ટ્રાફીક સમસ્યાથી ત્રાસી ગયેલા વાહન ચાલકો અને...
Array

દહેગામ : મુખ્ય માર્ગો ઉપર ટ્રાફીક સમસ્યાથી ત્રાસી ગયેલા વાહન ચાલકો અને સ્થાનિક જનતા, ટ્રાફીક પોલીસની નીષ્ક્રીય કામગીરી

- Advertisement -

દહેગામ શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફીક નીયમન જેવુ કઈ દેખાતુ નથી લાંબા સમય સુધી ૧૦૮ વાનને હેરાન થવુ પડે છે પોલીસની કામગીરીથી કંટાડી ગયેલી જનતા

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમા ટ્રાફીક પોલીસનો વહીવટ જાણે કે ખાડામા ગયો હોય તેવુ આમ જનતામા દેખાઈ રહ્યુ છે. કાયદો અને વ્યવ્સ્થાની સ્થિતી દીવસે દીવસે કથડી જવા પામી છે. પોલીસતંત્ર તમાસાને તેડા આપતુ હોય તેવુ દેખાઈ રહ્યુ છે. અને દહેગામ મામતલદાર કચેરીથી સામુહીક આરોગ્ય કેંદ્ર જવાના માર્ગ ઉપર એટલો બધો ટ્રાફીક જામ થાય છે કે કોઈ બીમાર વ્યક્તિ ૧૦૮ મા બેસીને ઈમરજંસી સેવા માટે જઈ રહ્યો હોય ત્યારે લાંબા સમય સુધી ૧૦૮ ની ગાડીને લાઈનમા ઉભા રહેવુ પડે છે પણ આ રોડ ઉપર ક્યાક ટ્રાફીક પોલીસ ડોકીયુ કરવા દેખાતી નથી.

આ માર્ગ ઉપર બંને સાઈડો ઉપર ટુ વ્હીલરનો ખડકલો ખડકાયેલો જોવા મળી રહ્યો છે. તેમ છતા સ્થાનિક પીઆઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી આટલી વધી કથડી ગઈ હોવા છતા તેમના પેટમા પાણી પણ હલતુ નથી. લાંબા સમય સુધી વાહન ચાલકો લાઈનમા ઉભેલા દેખાઈ આવે છે તેમ છતા જાણે કે દહેગામ શહેરમા કોઈ પોલીસને પડી ન હોય તેવી પરીસ્થિતીનુ નીર્માણ થવા પામ્યુ છે. અને પોલીસ પણ અંદરોઅંદર ચાલી રહેલા ખટરાગને લીધે તેની સીધી અસર ટ્રાફીક સમસ્યા ઉપર દેખાઈ રહી છે. અને દહેગામ શહેરમા ઠેર ઠેર દેશી દારૂ, વલ્લી મટકા અને વીદેશી દારૂ ખુલ્લેઆમ વેચાતો હોવા છતા સ્થાનિક પોલીસને આ ધંધાઓ બંધ કરવામા કોઈ પણ પ્રકારનો રસ દેખાતો નથી. અને પોતાની ખીચડી પકાવવા માટે અંદરોઅંદર પોલીસતંત્ર હાલમા સંઘર્ષમા ઉતર્યુ  હોય તેવુ દેખાઈ રહ્યુ છે.

દહેગામ શહેરમા લાંબા સમય સુધી વાહન ચાલકો પરેશાન થતા હોવા છતા ટ્રાફીકનો સ્ટાફ હાલમા સોભાના ગાંઠીયા જેવો પુરવાર થઈ રહ્યો છે. દહેગામના મામલતદાર કચેરીથી જુની તાલુકા પંચાયત જવાનો માર્ગ પર ટ્રાફીક સમસ્યા દીવસે દીવસે વધી રહી હોવા છતા તંત્ર દ્વારા કોઈ તકેદારી લેવાતી નથી તેથી ટ્રાફીકની કામગીરી સામે લોકોના અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

  • દહેગામ શહેરમા કાયદો અને વ્યવસ્થા કથડી ગયા હોય તેવી પરીસ્થિતીનુ નીર્માણ થવા પામ્યુ છે
  • દહેગામ શહેરના મુખ્ય માર્ગ ઉપર એસટી ડેપોની સામે પોલીસ ચોકી આવેલી હોવા છતા પોલીસ કર્મીઓ જાણે કે તમાસાને તેડા આપતા હોય તેવા દ્રષ્યો ઉભા થાય છે
  • અવાર નવાર આ માર્ગો ઉપર ટ્રાફીક જામન દ્રષ્યો સર્જાય છે તેમ છતા પોલીસતંત્રની નીષ્ક્રીયતા વધી જવા પામી છે
  • દહેગામ શહેરમા દેશી દારૂના અડ્ડાઓ અને ઈંગલીશ દારૂ વેચાતો હોવા છતા પોલીસ ખાતા તરફથી કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી
  • પોલીસ તંત્ર અંદરોઅંદર હીસાબો પુરા કરવાની લાયમા કાયદો અને વ્યવ્સ્થાની સ્થિતી બગડી જવા પામી છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular