રાજકોટ : સમયસર પગાર ન મળતા ધન્વંતરી રથ, સંજીવની રથ અને કોરોના ટેસ્ટિંગ વાહનના ચાલકો હડતાળ પર ઉતર્યા

0
0

રાજકોટમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે શહેરના તમામ 18 વોર્ડમાં ધન્વંતરી રથ, સંજીવની રથ અને કોરોના ટેસ્ટિંગ માટે વાહનો ફરી રહ્યા છે. પરંતુ મનપા દ્વારા સમયસર પગાર ન મળતા ચાલકો હડતાળ પર ઉતરી આવ્યા હતા.

ધન્વંતરી રથ, સંજીવની રથ અને કોરોના ટેસ્ટિંગ માટે ચલાવતા વાહનોના થપ્પા મારી હડતાળ પર ઉતરી આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા વાહનચાલકોને સમયમર્યાદામાં પગાર ન આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આવતીકાલે પગારના ચેક આપવાની ખાતરી આપતા હડતાળ સમેટાઈ ધન્વંતરી રથ, સંજીવની રથી અને કોરોના ટેસ્ટિંગના વાહનોના ચાલકો હડતાળ ઉતરી આવતા મનપાના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. હડતાળ પર ઉતરી આવેલા વાહનચાલકોને મળી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. મનપાના અધિકારીઓએ આવતીકાલે સોમવારે પગારના ચેક આપવામાં આવે તેવી ખાતરી આપતા વાહનચાલકોએ હડતાળ સમેટી લીધાનું જાણવા મળ્યું છે.

રાજકોટ શહેરમાં 50 અને ગ્રામ્યમાં 49 ધન્વંતરી રથ ફરે છે

રાજકોટ શહેરના 18 વોર્ડમાં 50 ધન્વંતરી રથ ફરી રહ્યા છે અને ગ્રામ્યમાં 49 ધન્વંતરી રથ ફેરવવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં 23 અને ગ્રામ્યમાં 11 સંજીવની રથ ફરી રહ્યા છે. રાજકોટ શહેરમાં 36 અને ગ્રામ્યમાં 49 કોરોના ટેસ્ટિંગના વાહનો ફરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here