અમદાવાદ : HSRP નંબર પ્લેટ વગરના વાહનચાલકોએ હવે દંડ ભરવો પડશે

0
24

અમદાવાદઃ  HSRP નંબર પ્લેટ વગરના વાહનચાલકોને દંડ ભરવો પડશે. HSRP નંબર પ્લેટ લગાડવાની આજે છેલ્લી તારીખ હતી. રાજ્ય સરકારે મુદત નહિ વધારતા આવતીકાલથી HSRP વગર દોડતા વાહનો સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર અત્યાર સુધી સાત વખત મુદત વધારી ચુકી છે. તે છતાંલાખો વાહનચાલકોએ હજી સુધી HSRP નંબર પ્લેટ નથી લગાવી.

વધુમાં વધુ 1000 રૂપિયાનો દંડ થશે
આવતીકાલથી ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા HSRP વગરની નંબર પ્લેટના વાહનચાલકો સામે કાર્યવાહી કરી તેમને દંડ ફટકારવામાં આવશે. જેમાં ટુ વ્હીલર ચાલકોએ 100, ફોર વહીલર ચાલકોએ 200, થ્રી વહીલર માટે 300 અને મોટા વાહનો માટે 500 અને વધુમાં વધુ 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. RTO અધિકારી એસ.પી મુનિયાએ CN24NEWS સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકારે HSRPની નંબર પ્લેટ લગાવવાની મુદતમાં વધારો નથી કર્યો. જેથી આવતીકાલથી દંડ ફટકારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here