પૂર્વ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આજકાલ ખરાબ દિવસોમાંથી પસાર થઇ રહ્યો છે. ત્રણેય ફોર્મેટમાં તેનો ખરાબ ફોર્મ યથાવતા છે. તાજેતરમાં જ ભારત પ્રવાસ પર આવેલી દક્ષિણ આફ્રિકા સામે પણ વિરાટ કંઇક ખાસ કમાલ ના કરી શક્યો. હવે ઇંગ્લેન્ડ સામે પણ બેટિંગમાં કંઇ દમ જોવા ના મળ્યુ. આ પછી વિરાટ પર ચારેયા બાજુથી વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે. આ કડીમાં પૂર્વ ભારતીય ક્રિકટરે કડક શબ્દોમાં વિરાટ કોહલીની ઝાટકણી કાઢી છે. ભારતીય ટીમ મેનેજમેન્ટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને વેસ્ટ ઇન્ડિઝ સીરીઝ માટે આરામ આપવાને લઇને પણ વાંધો ઉઠાવ્યો છે. પૂર્વ ક્રિકેટર કરસન ઘાવરીએ સવાલો કરતા કહ્યું કે, વિરાટને ફોર્મ ના હોય તો ડ્રૉપ કરી દેવો જોઇએ.
કરસન ઘાવરીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, વિરાટ કોહલી અને રોહિત શર્માને કેટલો આરામ જોઇએ છે. તેમની પ્રાથમિકતા ભારત માટે રમવાની હોવી જોઇએ, તેઓ આઇપીએલ દરમિયાન જાહેરાતોની શૂટિંગમાં વ્યસ્ત થઇ જાય છે, અને રમતી વખતે વર્કલૉડ મેનેજમેન્ટનુ નામ લઇને વારંવાર બ્રેક લે છે. કરસન ઘાવરીએ કહ્યું કે પ્લેયરની પસંદગી તેની યોગ્યતાના આધાર પર થવી જોઇએ, વિરાટ સારો ખેલાડી છે, પરંતુ જો તે ફોર્મમાં ના હોય તો તેને ડ્રૉપ કરી દેવો જોઇએ, રેપ્યૂટેશના આધાર પર ક્યાં સુધી રમશે. એવા ખેલાડીઓને મોકો આપવો જોઇએ જે ફોર્મમાં છે.