સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલ : NCBએ એક્ટરના હાઉસ મેનેજર સિદ્ધાર્થ પિઠાનીની હૈદરાબાદથી ધરપકડ કરી

0
2

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતને 11 મહિના થઈ ગયા છે. આ કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરતી નોર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ તેના પૂર્વ હાઉસ મેનેજર સિદ્ધાર્થ પિઠનીની હૈદરાબાદથી ધરપકડ કરી છે. પિઠાની પર ડ્રગ્સ ખરીદવાનો તથા સુશાંત સુધી પહોંચાડવાનો આક્ષેપ છે. આ પહેલાં CBIએ અનેકવાર સિદ્ધાર્થની પૂછપરછ કરી હતી.

ગયા અઠવાડિયે સિદ્ધર્થની સગાઈ થઈ હતી

સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીએ ગયા અઠવાડિયે સગાઈ કરી હતી. સિદ્ધાર્થ પિઠાનીની સગાઈની તસવીરો સો.મીડિયામાં વાઈરલ થઈ હતી. એક્ટરના મોત બાદથી સિદ્ધાર્થનું નામ ચર્ચામાં આવ્યું છે. તે સુશાંતની સૌથી નિકટ હતો.

14 જૂન, 2020ના રોજ ઘરમાં પિઠાની ઉપરાંત ત્રણ લોકો હાજર હતા

14 જૂનના રોજ સુશાંતની ડેડબોડી બાંદ્રાના ફ્લેટમાંથી લટકતી મળી આવી હતી. આ સમયે ઘરમાં ચાર લોકો હતા, જેમાં સિદ્ધાર્થ પિઠાની (સુશાંતનો ફ્લેટમેટ), દીપેશ સાંવત (સુશાંતનો મિત્ર), નીરજ સિંહ (હાઉસ કીપર) તથા કેશ (કુક). નીરજે કહ્યું હતું કે સુશાંતે સવારે નાસ્તો કર્યો હતો. ત્યારબાદ દસ-સાડા દસની આસપાસ જ્યારે સ્ટાફ તેને લંચમાં શું બનાવવામાં આવે તે પૂછવા ગયો ત્યારે તેણે દરવાજો ખોલ્યો નહોતો.

એક કલાક બાદ સિદ્ધાર્થને કંઈક ગડબડ હોવાની આશંકા થઈ હતી. તેણે સુશાંતની બહેન મીતુને ફોન કરીને ચાવીવાળાને બોલાવીને લૉક તોડાવ્યું હતું. કહેવાય છે કે રૂમમાં સૌ પહેલાં સિદ્ધાર્થ જ ગયો હતો અને તેણે સુશાંતને પંખા સાથે લટકતી હાલતમાં જોયો હતો. તેણે સુશાંતને નીચે ઉતાર્યો હતો. આ દરમિયાન સુશાંતની બહેન મીતુ પણ આવી ગઈ હતી. મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી હતી. મુંબઈ પોલીસે કહ્યું હતું કે તેમણે સુશાંતને પંખા સાથે લટકતી હાલતમાં જોયો નહોતો.

કોણ છે સિદ્ધાર્થ?

27 માર્ચ, 1993માં જન્મેલો સિદ્ધાર્થ 27 વર્ષનો છે. સિદ્ધાર્થ મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. તેણે હૈદરાબાદની શ્રી ચૈતન્ય જુનિયર કાલાસલમાંથી સ્કૂલિંગ કર્યું છે. ત્યારબાદ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન, અમદાવાદમાં એડમિશન લીધું હતું. અહીંયા ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ મુંબઈ આવ્યો હતો. સિદ્ધાર્થ નાનપણથી ફિલ્મમેકિંગ તથા એક્ટિંગમાં કંઈક કરવા માગતો હતો.

તેલુગુ ફિલ્મમાં કામ કર્યું છે

સિદ્ધાર્થે તેલુગુ ફિલ્મ ‘ગોદાવલૂ’માં કામ કર્યું છે. આ ફિલ્મ 2015માં આવી હતી. સિદ્ધાર્થે સપોર્ટિંગ રોલ કર્યો હતો. સિદ્ધાર્થ એક્ટર સુશાંતનો મેનેજર હોવા ઉપરાંત જયપુરની એક કંપનીનો ડિરેક્ટર પણ હતો. તેણે ફિલ્મમેકિંગનો કોર્સ પણ કર્યો છે. તેને ટ્રાવેલિંગ, રીડિંગ તથા મિત્રોની સાથે પાર્ટી કરવાનો શોખ છે. તેનું ફેવરિટ પાર્ટી ડેસ્ટિનેશન ગોવા છે.

રિયા સાથે ખાસ મિત્રતા

સિદ્ધાર્થને ભલે સુશાંતે નોકરી પર રાખ્યો હોય, પરંતુ તેની મિત્રતા રિયા સાથે ખાસ હતી. ગયા વર્ષે રિયા તથા સુશાંત સાથે જ રહેતા હતા. આ સમયે રિયાએ સિદ્ધાર્થને પોતાનો ક્વૉરન્ટીન પાર્ટનર કહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here