ડ્રગ્સ : ફાઇવ સ્ટાર હોટલમાં બોલિવૂડ એક્ટ્રેસ નાયરા નેહલ શાહને ચરસ સાથે પોલીસે ઝડપી પાડી

0
0

મુંબઈના સબર્બન જુહૂમાં આવેલી ફાઈવ સ્ટાર હોટલમાં મુંબઈ પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે તેલુગુ એક્ટ્રેસ નાયરા નેહલ શાહ તથા તેના મિત્ર આશિક સાજિદ હુસૈનની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો પરમિશન વગર હોટલના રૂમમાં બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરતા હતા અને તેમણે ડ્રગ્સ લીધું હતું. નાયરાએ તેલુગુ ફિલ્મ ‘મિરુગા’, ‘બુર્રા કથા’ તથા ‘ઈ ઈ’માં કામ કર્યું છે.

સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી
સૂત્રોના મતે સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનને મળેલી માહિતી અનુસાર, રવિવાર (13 જૂન)ના રોજ એક્ટ્રેસ નાયરા શાહનો જન્મદિવસ હતો. તે પોતાના બે મિત્રો સાથે હોટલના રૂમમાં પાર્ટી કરતી હતી. પોલીસને માહિતી મળી હતી કે એક બોલિવૂડ એક્ટ્રેસ મિત્રો સાથે હોટલના રૂમમાં પાર્ટી કરે છે. ત્યારબાદ દરોડા પાડવામાં આવ્યા હતા. અહીંથી પોલીસે રોલ કરેલી ચરસની સિગારેટ સાથે એક્ટ્રેસની ધરપકડ કરી હતી.

બર્થડે પાર્ટીની તસવીરો

મેડિકલમાં ડ્રગ્સની પુષ્ટિ થઈ તો મુશ્કેલીમાં મુકાશે
રવિવાર રાત્રે થયેલી રેડ બાદ બીજા દિવસે એટલે કે 14 જૂનના રોજ એક્ટ્રેસની મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જો એક્ટ્રેસની બૉડીમાંથી નક્કી કરેલી માત્રા કરતાં વધુ ડ્રગ્સ મળે છે તો તેની મુશ્કેલી વધી શકે છે. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે જ્યારે દરોડા પડ્યા ત્યારે ત્રણેય નશામાં ધૂત હતા.

કોર્ટમાંથી જામીન મળ્યા
સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે બંનેની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક બાંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીંથી કોર્ટે તેમને જામીન પર છોડી મૂક્યા હતા. તેમની સાથે હાજર એક વ્યક્તિ ગોવાનો હતો અને તે દરોડા દરમિયાન ફરાર થઈ ગયો હતો. પોલીસ હાલમાં તેને શોધી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here