Tuesday, October 26, 2021
HomeDrugs Case: NCBની પૂછપરછમાં સામેલ થવા ગેસ્ટ હાઉસ પહોંચી દીપિકા પાદુકોણ
Array

Drugs Case: NCBની પૂછપરછમાં સામેલ થવા ગેસ્ટ હાઉસ પહોંચી દીપિકા પાદુકોણ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત સંબંધિત ડ્રગ્સ કેસમાં તપાસ કરી રહેલી NCBની પૂછપરછમાં સામેલ થવા માટે અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) ગેસ્ટ હાઉસમાં પહોંચી ગઇ છે. ત્યારે સવારે 9.48 વાગ્યે ગેસ્ટ હાઉસ પહોંચી. આ કારણે પોલીસ ડ્રગ્સ તસ્કરી મામલે દીપિકા પાદુકોણથી સવાલ જવાબ કરશે

Pawan Makan
નવી દિલ્હી: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત સંબંધિત ડ્રગ્સ કેસમાં તપાસ કરી રહેલી NCBની પૂછપરછમાં સામેલ થવા માટે અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) ગેસ્ટ હાઉસમાં પહોંચી ગઇ છે. ત્યારે સવારે 9.48 વાગ્યે ગેસ્ટ હાઉસ પહોંચી. આ કારણે પોલીસ ડ્રગ્સ તસ્કરી મામલે દીપિકા પાદુકોણથી સવાલ જવાબ કરશે.

જણાવી દઇએ કે, સુશાંત રાજપૂત 14 જૂનના તેના મુંબઇના ફ્લેટમાં ગળેફાંસો ખાઘેલી હાલતમાં મળ્યો હતો. આ કેસમાં હવે ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ સીબીઆઇની સાથે જ NCBની તપાસમાં સામેલ થઇ ચુકી છે. NCB ડ્રગ્સ તસ્કરીના આરોપમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શોવિક ચક્રવર્તી સહિત ઘણા ડ્રગ તસ્કરોની ધરપકડ કરી ચુકી છે.

આ ડ્રગ તસ્કરોની પૂછપરછમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન સહિત ઘણી અભિનેત્રી અને અભિનેતાઓના નામ સામે આવ્યા છે. જેમની હવે NCB એક પછી એક પૂછપરછ કરી રહી છે. NCBએ આજે દીપિકા પાદુકોણને પૂછપરછ માટે બોલાવી હતી. ત્યારબાદ દીપિકા પાદુકોણ પૂછપરછમાં સામેલ થવા માટે ગેસ્ટ હાઉસ પર પહોંચી છે. દીપિકાની ત્યાં હાશીશ નામના ડ્રગ્સ માંગવાના મામલે પૂછપરછ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments