રાજકોટ : દારૂના નશામાં ચાલકે કાબૂ ગુમાવતા કાર BRTS રૂટમાં ઘૂસી પલ્ટી મારી, દીવથી આવતા 150 નશાખોર ઝડપાયા

0
20
  • રાજકોટ ભક્તિનગર પોલીસે 6 નશાખોરને ઝડપી પાડ્યા
  • સૌથી વધુ ઉના પોલીસ સ્ટેશનમાં 73 વિરૂદ્ધ પ્રોહિબીશનનો ગુનો નોંધાયો
  • રાજકોટ : ગત રાત્રે થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂ પી નશાની હાલતમાં નીકળેલા લોકોની પોલીસે એટકાયત કરી હતી. રાજકોટમાં સ્ટર્લિંગ હોસ્પિટલ સામે ગત રાત્રે દારૂના નશામાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર બીઆરટીએસ રૂટમાં ઘૂસી પલ્ટી મારી ગઇ હતી. જીજે 03 એચઆર 0064 નંબરની વર્ના કાર હતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને કારમાં સવાર યુવાનોને બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં યુવાનોને સામાન્ય ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીગ્રામ પોલીસે પ્રોહિબીશન અને પબ્લીક પોપર્ટી ડેમેજ હેઠળ યુવાનો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. જ્યારે ગીર સોમનાથમાં દીવથી પરત આવતા 150 શખ્સોને નશાની હાલતમાં ઝડપ્યા છે.

  • ઉના અને કોડીનાર પોલીસ સ્ટેશન પીધેલાઓથી હાઉસફૂલ થયું

    ગીરસોમનાથ જિલ્લામાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવમાં પોલીસે 150 જેટલા લોકોની નશાની હાલતમાં અટકાયત કરી છે. થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇ દીવ ગયેલા અને પરત ફરેલા 150 નશાખોરો સામે પ્રોહિબીશનનો ગુનો નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ ઉના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુના નોંધાય છે. ઉના અને કોડીનાર પોલીસ સ્ટેશન પીધેલાઓથી હાઉસફૂલ થઇ ગયા હતા. ઉનામાં 73 વિરૂદ્ધ અને કોડીનારમાં 50 શખ્સો સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધાયો છે. જ્યારે રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળ 6 નશાખોરની અટકાયત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here