અરવલ્લી પોલીસતંત્રની આંખોમાં ધૂળ નાખી પસાર થયેલી દારૂ ભરેલી ઇકો કાર સાબરકાંઠા LCB ઝડપી :૭૨ હજારનો દારૂ જપ્ત

0
86


સી એન 24  નેટવર્ક.અરવલ્લી: 
અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાત રાજ્યમાં ઠાલવવામાં આવે છે સાબરકાંઠા એલસીબી પોલીસે તાજપુર કેમ્પ ત્રણ રસ્તા નજીક ઇકો કાર માંથી ૭૨ હજારના દારૂ સાથે સાણંદના બુટલેગર પૃથ્વીરાજ સિંહ જશુભા ગોહિલ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની સરહદો અને માર્ગો પર સઘન ચેકીંગ અને પેટ્રોલિંગના પોકળ દાવાની પોલ સાબરકાંઠા એલસીબી પોલીસે ખોલી નાખી હતી.

સાબરકાંઠા એલસીબી પી.આઈ. વી.આર.ચાવડા ને બાતમી મળી હતી કે ”એક સિલ્વર કલરની ઇકો ગાડી નંબર જીજે. ૩૮ બી.એ. ૩૬૦૮ ની ઇગ્લીશ દારૂ ભરી શામળાજી આશ્રમ તરફ થઇ દાવલી, મેઢાસણ- લીંભોઇ થઇ નીકળનાર છે અને અમદાવાદ તરફ જનાર છે’ સાબરકાંઠા એલસીબી પોલીસે તાજપુર કેમ્પ ત્રણ રસ્તા પર નાકાબંધી કરી આડાશ ઉભી કરી વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું બાતમી આધારિત કાર આવતા પોલીસે અટકાવી તલાસી લેતા ઇકો કારમાંથી વિદેશી દારૂની પેટી-૧૫ નંગ-૧૮૦ કીં.રૂ,૭૨,૦૦૦/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર પૃથ્વીરાજ સિંહ જશુભા ગોહિલ (રહે,ભાનુરથ સોસાયટી, તા-સાણંદ,અમદાવાદ) ની ધરપકડ કરી ઈકો કારની કીં.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૨,૭૨,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી દારૂ ઘુસાડવામાં મદદગારી કરનાર રાયપુર ડોડીસરના વિશાલ નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here