Sunday, November 28, 2021
HomeDSP એન.પી.પટેલે ક્રાઈમ બ્રાંચને કહ્યું ‘મેં જાતીય સતામણી કરી નથી’
Array

DSP એન.પી.પટેલે ક્રાઈમ બ્રાંચને કહ્યું ‘મેં જાતીય સતામણી કરી નથી’

અમદાવાદઃ PSI સત્યેન્દ્રા રાઠોડ(35)ના સુસાઈડ કેસમાં ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. તેણે લખેલી સુસાઈડ નોટમાં કરાઈ પોલીસ ટ્રેનિંગના DSP એન.પી. પટેલ પર જાતીય સતામણીનો આરોપ છે. આ અંગે ક્રાઈમ બ્રાંચે કાલે DSP એન.પી.પટેલનું નિવેદન નોંધ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે ‘મેં જાતીય સતામણી કરી નથી તથા કોઈ પણ પ્રકારની અભદ્ર માંગણી પણ કરી નથી.’

ગત ડિસેમ્બર 2018માં ચાંદખેડામાં રહેતા અને કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લઈ રહેલા PSI સત્યેન્દ્રા રાઠોડે પોતાના ઘરે સુસાઈડ કર્યું હતું. તેમણે એક સુસાઈડ નોટ મુકી હતી જેમાં ટ્રેનિંગ સેન્ટરના DSP એન.પી.પટેલ પર જાતીય સતામણી અને અભદ્ર માંગણીની કરી હતી જેનાથી કંટાળી સુસાઈડ કરુ છું એવું લખ્યું હતું. જે સંદર્ભે તેના પત્ની અને પિતાએ સોલા પોલીસ સ્ટેશનમાં એન.પી. પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ હાલ ક્રાઈમ બ્રાંચ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments