Wednesday, September 29, 2021
HomeDU એડમિશન : પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં એડમિશન લેવાની રજીસ્ટ્રેશન પ્રોસેસ શરુ
Array

DU એડમિશન : પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં એડમિશન લેવાની રજીસ્ટ્રેશન પ્રોસેસ શરુ

દિલ્હી યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં એડમિશન લેવાની રજીસ્ટ્રેશન પ્રોસેસ શરુ થઈ ગઈ છે. PG કોર્સ ઉપરાંત દિલ્હી યુનિવર્સિટી એન્ટ્રન્સ એક્ઝામ (DUET),Phd, M.Phill પ્રોગ્રામ્સ માટે પણ એપ્લિકેશન વિન્ડો ખુલી ગઈ છે. 21 ઓગસ્ટ સુધી વિદ્યાર્થીઓ આ કોર્સમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

વિદ્યાર્થીઓની સુવિધા માટે એડમિશન પોર્ટલ શરુ થશે
એડમિશન પ્રોસેસ સરળ બનાવવા માટે DUએ એક એડમિશન પોર્ટલ પણ શરુ કર્યું છે. આ પોર્ટલ DUમાં એડમિશન લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા, ફી ભરવા જેવી જાણકારી આપશે. PG કોર્સ માટે વિદ્યાર્થીઓએ એક નવું ફોર્મ ભરવું પડશે, પરંતુ જો સ્ટુડન્ટ એક કરતાં વધારે ઓપ્શન સિલેક્ટ કરે છે તો તેણે અલગથી ફી આપવી પડશે.

આ વખતે 13 કોર્સ માટે એન્ટ્રન્સ એક્ઝામ લેવાશે
આની પહેલાં DUએ આ વર્ષે એન્ટ્રન્સ એક્ઝામ દ્વારા એડમિશનવાળા કોર્સની સંખ્યા પણ વધારી દીધી છે. 9 કોર્સને બદલે 13 કોર્સ માટે એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવશે. તેમાં ચાર નવા કોર્સ બેચલર ઈન ફિઝિયોથેરપી, બેચલર ઈન ઓક્યુપેશનલ થેરપી, બેચલર ઓફ પ્રોસ્થેટિક્સ એન્ડ ઓર્થોટિક્સ અને માસ્ટર્સ ઓફ ફિઝિયોથેરપી સામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments