દુબઇ BAPS સ્વામિ.મંદિરે 22 મેટ્રિક ટન ઓક્સિજન લિક્વિડ ટેન્કર મોકલ્યું

0
6

કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી સરકારને મદદરૂપ બને છે. તેવામાં BAPS સ્વામિનારાયણ સંસ્થા પણ બાકાત નથી. અત્યાર સુધી BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ફૂડ પેકેટ, ફૂડ ડીસીઝ સેવા પૂરી પાડવામાં આવી છે. જ્યારે કે બીજી ઘાતક લહેરમાં ઓક્સિજન અને બેડની અછત વચ્ચે કોવિડ કેર સેન્ટર તેમજ ઓક્સિજન સેવા પૂરી પાડવામાં આવી છે. આજે દુબઇથી મંગાવી ખાસ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે 22 મેટ્રિક ટન ઓક્સિજન લિક્વિડ ટેન્કરની ફાળવણી કરવામાં આવી છે.

સંતો દ્વારા ઓક્સિજન ટેન્કરની પૂજન વિધી કરાઇ

રાજકોટ BAPS સ્વામિનારાયણ સંસ્થાના અપૂર્વ મુની સ્વામીએ જણાવ્યું હતું કે, BAPS સંસ્થા હોસ્પિટલ સેવા સાથે ફૂડ પેકેટ, ફૂડ ડીસીઝ અને બીજી ઘાતક લહેરમાં ખાસ ઓક્સિજન લિક્વિડ સેવા પૂરી પાડવામાં આવી છે. આજે દુબઇ ખાતે બની રહેલા મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ ઓક્સિજન લિક્વિડ ટેન્કર મોકલવામાં આવ્યું છે જે 22 મેટ્રિક ટન ઓક્સિજન ટેન્કરની પૂજન વિધિ કરી બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલને આપવામાં આવેલ છે. આ તકે રાજકોટ BAPS સંસ્થાના સંતો તથા રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ, એડિશનલ કલેક્ટર પરિમલ પંડ્યા તેમજ સિવિલ હોસ્પિટલના RMO સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બીજા ચરણમાં ઓક્સિજન ટેન્ક રાજકોટ પહોંચ્યું

ઉલ્લેખનિય છે કે આજે દુબઇથી મોકલવામાં આવેલું ઓક્સિજન ટેન્કર બીજા ચરણમાં રાજકોટ આવ્યું છે. અગાઉ પ્રથમ ચરણમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા ખાતેથી ઓક્સિજન ટેન્કર સેવામાં આપવામાં આવ્યા હતા. જે જામનગર, મોરબી અને પાલનપુર પહોંચાડવામાં આવ્યા હતા.

રાજકોટ સ્વામિનારાયણ મંદિરના સંતો હાજર રહ્યાં.
રાજકોટ સ્વામિનારાયણ મંદિરના સંતો હાજર રહ્યાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here