Friday, May 16, 2025
HomeગુજરાતKHEDA : નડિયાદમાં સાડા 4 ઇંચ વરસાદથી ઠેરઠેર જળબંબાકાર

KHEDA : નડિયાદમાં સાડા 4 ઇંચ વરસાદથી ઠેરઠેર જળબંબાકાર

- Advertisement -
ચરોતરમાં છેલ્લા ૩ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને બે દિવસતી જિલ્લામાં સાર્વત્રિક ૩ ઇંચ વરસાદ પડયો છે અને નડિયાદમાં સાડા ચાર ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જયારે વરસાદના કારણે તલ, બાજરી સહિતના ઉનાળુ પાકનો પણ સોથ વળ્યો છે.

નડિયાદ સહિત જિલ્લાભરમાં સોમવારની મોડી સાંજથી જ વાવાઝોડુ અને કમોસમી વરસાદ શરૂ થયો છે. છેલ્લા ૪૮ કલાકમાં નડિયાદમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. બુધવારના સવારના ૪ વાગ્યાના સુમારે વરસાદ શરૂ થયો હતો અને તોફાની બેટીંગ કરતા ૧૦ વાગ્યા સુધી ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો. આ સિવાય દિવસ દરમિયાન પણ ભારે વરસાદ રહ્યો હતો. બપોરે બે વાગ્યે વરસાદે વિરામ લીધો હતો. જો કે, આ દરમિયાન નડિયાદમાં સાડા ચાર ઈંચ વરસાદ, કપડવંજમાં ૩ ઈંચ, કઠલાલમાં સવા ઈંચ, મહેમદાવાદમાં પોણા ત્રણ ઈંચ, ખેડામાં ત્રણ ઈંચ, માતરમાં અઢી ઈંચ, મહુધામાં ત્રણ ઈંચ, ઠાસરામાં દોઢ ઈંચ અને વસોમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ૪૮ કલાક દરમિયાન મોટાભાગના જિલ્લામાં બે ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે.  વરસાદના કારણે ઠંડક પ્રસરી ગઈ છે અને આજે દિવસ દરમિયાન તાપમાન પણ ૩૦ ડીગ્રી સે. સુધી સિમિત રહ્યુ હતુ.

આ તરફ નડિયાદમાં બે દિવસના વરસાદ દરમિયાન શહેરના પારસ સર્કલ પાસે શૈશવ હોસ્પિટલનો ઢાળ, શ્રેયસ ગરનાળુ, ખોડીયાર ગરનાળુ, માઈ માતાના મંદિરનું ગરનાળા સહિત તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

ભારે વરસાદના કારણે નડિયાદ શહેર બે ભાગમાં વહેંચાયું

બે દિવસથી નડિયાદમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બે ગરનાળામાં અવર-જવર ચાલુ હતુ, ત્યાં પાણી ભરાતા શહેર પૂર્વ અને પશ્ચિમ બે ભાગમાં વહેંચાઈ ગયુ છે. તો આ તરફ પૂર્વ અને પશ્ચિમને જોડતા બે બ્રિજ છે, તેમાં એક મિશન બ્રિજની બંને બાજુ પણ પાણી ભરાયેલા હતા અને સરદાર બ્રિજના બંને છેડે પણ પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વખત આવ્યો હતો.

તંત્રની બેદરકારીથી કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો

વહેલી સવારથી નડિયાદમાં વરસાદ શરૂ થયો હતો. તે બાદ શહેરમાં અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. ખાસ કરીને છેલ્લા બે દિવસથી વીજ વિભાગની કચેરીમાં કર્મચારીઓની દાંડાઈના કારણે નાગરિકોને કનડગત ભોગવવાનો વખત આવ્યો છે. તેવા સમયે આજના દિવસે પણ વરસાદ વચ્ચે લાઈટો ગુલ થઈ હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular