સોફ્ટવેરમાં ખામીથી અમદાવાદમાં આજે વેક્સિન આપવાની પ્રક્રિયા બંધ રહેશે

0
0

શહેરમાં સોમવારે વેક્સિન આપવાની પ્રક્રિયા બંધ રહેશે. શનિવારે કરવામાં આવેલી કામગીરી દરમિયાન કેટલાક સ્થળોએ સોફ્ટવેરમાં ખામી સર્જાઈ હતી. જેને કારણે મેસેજ મોકલવામાં અને અન્ય ઓનલાઈન કામગીરી બંધ રહી હતી. આ પ્રક્રિયા સુધરે નહીં ત્યાં સુધી એક દિવસ માટે આ કામગીરી બંધ રહેશે. જ્યારે મંગળવારથી વેક્સિનેશનની કામગીરી શરૂ થશે તેમ મ્યુનિ. અધિકારીનું કહેવું છે. શનિવારે કુલ 1900 પૈકી 1115ને વેક્સિન મૂકવામાં આવી હતી. રવિવારે આ કામગીરી બંધ હતી.

શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 94 કેસ નોંધાયા હતા. જ્યારે બે દર્દીના મૃત્યુ નીપજ્યા હતા. 173 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રવિવારે એકપણ વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યો નથી. મ્યુનિ. અધિકારીઓએ કેસની સમીક્ષાને આધારે નિકોલના બે વિસ્તારને કન્ટેઈનમેન્ટમાં દૂર કર્યા છે. હવે આખા શહેરમાં એક જ વિસ્તાર કન્ટેઈનમેન્ટ હેઠળ છે.

ધંધુકામાં 2 સહિત જિલ્લામાં 5 કેસ

અમદાવાદ જિલ્લામાં કોરોનાના 5 કેસ નોંધાયા હતા. જેમાં ધંધુકામાં 2, દસ્ક્રોઈ 1, સાણંદ 1, વિરમગામમાં 1 કેસ નોંધાયો હતો. જિલ્લામાં કુલ કેસનો આંક 4 હજારની નજીક પહોંચી ગયો છે. સાણંદમાં સૌથી વધુ 905 કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here