કોરોનાના કારણે આ ફેમસ ટીવી શો મુલતવી, 2021માં થશે ટેલિકાસ્ટ

0
5

સેલિબ્રીટી ડાન્સ શો નચ બલિયે અંગે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. નચ બલિયેની દસમી સિઝન હવે આવતા વર્ષ સુધી મોકૂફ રાખવામાં આવી છે. આ ઉપરાંત કરણ જોહર આ શોને પ્રોડ્યુસ નહી કરે તેવી વાત પણ સામે આવી છે.એક અહેવાલ મુજબ ચેનલે કમ સે કમ આગામી છ મહિના માટે નચ બલિયેને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસને કારણે સેટ પર યોગ્ય જોડીનું આવવું મુશ્કેલ છે. જજ અને ક્રૂના સદસ્યો પણ એક સાથે સ્ટેજ પર કે શોમાં આવે તે આસાન બાબત નથી. એવામાં બની શકે છે કે આ શોને આવતા વર્ષ સુધી મુલતવી રાખવામાં આવે.

કરણ જોહર શૉ નહી કરે પ્રોડ્યુસ

એમ પણ કહેવાય છે કે કરણ જોહર આ વખતે આ શોને પ્રોડ્યુસ નહીં કરે. હવે આ સમાચારમાં સત્યતા કેટલી છે તે તો આવનારો સમય જ કહેશે પરંતુ આ શોની આતુરતાપૂર્વર રાહ જોઈ રહેલા હજારો ફેન્સ માટે તો આ સમાચાર નિરાશાજનક જ છે.

અગાઉ એવી અટકળ થતી હતી કે નચ બલિયે સપ્ટેમ્બરમાં શરૂ થશે. આ શો ની ટક્કર સલમાન ખાનના બિગ બોસ 14 અને આઇપીએલ ટી20 સાથે થઈ શકે તેમ હતું. આમ થાય તો શોની ટીઆરપી પર પણ માઠી અસર પડી શકે તેવું જોખમ હતું. શોને જજ કરવા માટે બિપાશા બાસુ, ડેવિડ ધવન અને વૈભવી મર્ચન્ટનો એપ્રોચ કરાયો હોવાની પણ અટકળો થતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here