સારા કામોને કારણે સોનુ સૂદ પર ‘આઈ એમ નો મસીહા’ બુક લખવામાં આવી, સો.મીડિયામાં વીડિયો શૅર કરીને માહિતી આપી

0
4

કોરોના તથા લૉકડાઉનની વચ્ચે સોનુ સૂદ પર એક પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તકને પત્રકાર મીના કે ઐય્યરે લખ્યું છે. આ પુસ્તકનું ટાઈટલ ‘આઈ એમ નો મસીહા’ (I Am No Messiah) છે. પુસ્તકમાં સોનુના સારો કામ તથા તેના જીવનના અનુભવોની વાત કરવામાં આવી છે. સોનુએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કરીને પુસ્તક અંગેની માહિતી છે.

વીડિયો શૅર કરીનો સોનુએ કહ્યું હતું, ‘મારું પુસ્તક ‘આઈ એમ નો મસીહા’ આવી ગયું છે. મારી સહી સાથેની બુક તમને મુંબઈ એરપોર્ટ સ્થિત BokkScetraમાં મળશે. તમે ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો. આ પુસ્તક હિંદી તથા અંગ્રેજી એમ બે ભાષામાં છે.’

પરપ્રાંતીય શ્રમિકોને વતન મોકલ્યા હતા
લૉકડાઉન દરમિયાન સોનુ સૂદે મુંબઈમાં ફસાયેલા શ્રમિકોને તેમના વતન મોકલ્યા હતા. સોનુ તથા તેની ટીમે શ્રમિકો માટે ટોલ ફ્રી નંબર પણ શરૂ કર્યો હતો. સોનુએ શ્રમિકો માટે બસ, ટ્રેન, ફ્લાઈટની વ્યવસ્થા કરી હતી.

સોનુએ રોજગાર આપવા માટે સંસ્થાઓ સાથે મળીને નોકરી પોર્ટલ પણ લૉન્ચ કર્યું છે. હવે સોનુ વૃદ્ધોના ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરાવવા માગે છે.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here