Saturday, April 20, 2024
Homeગાઢ ધુમ્મસના કારણે મહેસાણા વિભાગની 137 એસટી બસો મોડી પડી
Array

ગાઢ ધુમ્મસના કારણે મહેસાણા વિભાગની 137 એસટી બસો મોડી પડી

- Advertisement -

મહેસાણા: ઉત્તર ગુજરાતમાં બે દિવસ પહેલાં સર્જાયેલા વાદળછાયા વાતાવરણના કારણે  સવારે ભેજનું પ્રમાણ 84 % નોંધાયું હતું. જેના કારણે વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં સવારે 9.30 કલાક સુધી વિજીબીલિટી માંડ 5 થી 10 મીટરની રહી હતી. ધુમ્મસના કારણે જાહેર રસ્તાઓ પર જતા વાહનોની મહત્તમ સ્પીડ પ્રતિ કલાકે 30 કિલોમીટરની થઈ ગઈ હતી. આખો દિવસ પડેલા ધુમ્મસ વચ્ચે બપોર સુધીમાં વિજીલીબિટી 4 થી 5 કિલોમીટરની થઈ હતી.


75%થી વધુ ભેજ હોય તો ધુમ્મસ-ઝાકળ પડે
શિયાળા દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 75%થી વધુ થાય એટલે સવારના સમયે આ ભેજ પાણીની નાની નાની બુંદોમાં ફેરવાતી હોય છે. જે જમીન તરફ આવતા ધુમ્મસ એટલે કે ઝાકળનું સ્વરૂપ ધારણ કરતું હોય છે. શુક્રવાર સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 84% રહ્યું હતું એટલે જ ગાઢ ધુમ્મસ સર્જાયું હતું.


સૌથી વધુ મહેસાણામાં 37 અને વિસનગરમાં 31 બસો લેટ પડી
સવારે 10 વાગ્યા સુધી ધુમ્મસ પથરાયેલું રહેતાં મહેસાણા એસટી ડિવિઝન હેઠળના 11 ડેપોની કુલ 137 બસો મોડી ઉપડી હતી. જેમાં સૌથી વધુ મહેસાણામાં 37 અને વિસનગરમાં 31 બસો લેટ પડી હતી. જ્યારે વડનગરમાં 16, ઊંઝામાં 5, બહુચરાજીમાં 4 અને કડી ડેપોની 3 બસ મોડી પડી હતી. મહેસાણા વિભાગીય કચેરીના સૂત્રોએ કહ્યું કે, સવારે ધુમ્મસની અસરના કારણે મહેસાણા અને પાટણ જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધીમાં 137 જેટલી બસો નિર્ધારિત સમય કરતાં મોડી પડી હતી.
મહેસાણા શહેર સહિત જિલ્લામાં વહેલી સવારથી 10 વાગ્યા સુધી ધુમ્મસની અસર જોવા મળી હતી. જેના કારણે એસટી સહિતના ખાનગી વાહનોની ગતિ ઘટીને 20-25ની થઇ હતી. સવારે 8 વાગ્યા સુધી તો હેડલાઇટ ચાલુ કરવા છતાં સામે નહીં દેખાતાં ઘણા વાહન ઘડીભર થંભાવી દીધા હતા. જોકે, ધુમ્મસની કોઇ અસર ટ્રેન વ્યવહાર ઉપર પડી ન હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular