સુરત : ફાયર સેફ્ટીના અભાવના કારણે ફાયર વિભાગે પાર્લે પોઈન્ટમાં કોમ્પલેક્સ સીલ કર્યું

0
49

સુરતઃ સુરત ફાયર વિભાગ દ્વારા તક્ષશીલા જેવી દુર્ધટનાનું પુનરાવર્તન ના થાય તે માટે ફાયર સેફટીને લઇને લાલીયાવાડી કરનારા તમામને સપાટામાં લઇ રહ્યાં છે.જેમાં ઉપરાછાપરી નોટીસ આપ્યા પછી તક આપ્યા પછી પણ કોઇ કાર્યવાહી ના કરે તો સીલ મારી દેવાની કામગીરી ચાલી રહી છે. જેમાં પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા કોમ્પલેક્ષને સીલ મરાયું હતું.

મોટાવરાછા મહાદેવ ચોકની તીર્થ કોમ્પલેક્ષની 7 દૂકાનોને સીલ

ફાયરની ટીમે બે કોમર્શીયલ ઈમારતોમાં પાર્લે પોઈન્ટની સરગમ શોપિંગ સેન્ટરની 180 વિવિધ પ્રકારની દૂકાનો અને મોટાવરાછા મહાદેવ ચોકની તીર્થ કોમ્પલેક્ષની 7 દૂકાનોને સીલ માર્યા છે. અડાજણમાં મક્કાઈ પુલ પાસેના ધનરાજ ઓટો મોબાઈલ્સને સીલ મરાયું હતું. તથા 5 મિનિ થિયેટરોમાં પંડોલ ઈન્ડ. એસ્ટેટમાં યશ વિડિયો સિનેમા, મનમંદિર રાજહંસ લેઝર સિનેમા, વેલેન્ટાઈન લેસર મુવી, રાજમંદિર રાજ પેલેસ સિનેમા અને જય ગીરનાર સિનેમાને સીલ મરાયું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here