22મીએ શનિ જયંતી : લોકડાઉનના કારણે ભક્તો વિના ઉજવાશે શનિ જન્મોત્સવ, શિંગણાપુરમાં એક જ પૂજારી આરતી કરશે

0
0

22 મેના રોજ શનિ જયંતી છે. નેશનલ લોકડાઉનના કારણે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ, રામનવમી, હનુમાન જયંતી અને બુદ્ધ પૂર્ણિમા બાદ શનિ જયંતીનો ઉત્સવ પણ સામાન્ય જ રહેશે. દેશના સૌથી પ્રાચીન શનિ મંદિરમાં આ વર્ષે શનિ જયંતીની ધૂમ જોવા મળશે નહીં. હજારો શ્રદ્ધાળુઓ અભિષેક માટે શનિ જયંતીના દિવસે આવે છે, પરંતુ આ વર્ષે નેશનલ લોકડાઉનના કારણે અહીં માત્ર એક જ પૂજારી શનિ જયંતીએ ભગવાનની આરતી-પૂજા કરશે.

શ્રી શનૈશ્વર દેવસ્થાનમ્ શિંગણાપુર ટ્રસ્ટ શનિ જયંતીની તૈયારીઓમાં જોડાયેલું છે. અભિષેક-પૂજન અને શનિ જન્મોત્સવની બધી પરંપરાઓ દર વર્ષે થાય છે તેમ જ રહેશે. પરંતુ, આ વર્ષે શ્રદ્ધાળુઓની ભીડ અહીં જોવા મળશે નહીં. ટ્રસ્ટના જનસંપર્ક અધિકારી અનિલ ધરંડલે પ્રમાણે 2019માં લગભગ બે લાખ લોકો શનિ જયંતીએ અહીં આવ્યાં હતાં. આ વર્ષે તેના કરતાં પણ વધારે શ્રદ્ધાળુઓના આવવાની આશા હતી. લોકડાઉન અને કોરાનાવાઇરસના કારણે આ વર્ષે અહીં કોઇ મોટો ઉત્સવ ઉજવાશે નહીં. માત્ર એક પૂજારી જ ભગવાનની આરતી-પૂજા કરશે. અહીં આ પરંપરા પણ છે.

આખો દિવસ વિવિધ અભિષેક પૂજન થશે.

શનિ જયંતીએ દિવસભર વિવિધ પ્રકારના અભિષેક પૂજન સાથે અનેક પ્રકારના આયોજન થાય છે. સવારે 4 વાગ્યે કાંકડ આરતી સાથે શનિદેવનો જન્મોત્સવ શરૂ થશે. આખો દિવસ પૂજારી મંત્રજાપ અને તેલાભિષેક કરશે. બધા જ ઉત્સવોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે. સવારે 4 વાગે શરૂ થતો ઉત્સવ રાતે 11 વાગ્યા સુધી શરૂ રહેશે.

મંદિરની પરંપરા સૌથી અલગ છે.

શનૈશ્ચર મંદિર શિંગણાપુરની પરંપરાઓ અન્ય મંદિરથી બિલકુલ અલગ છે. અહીં મંદિર 24 કલાક ખુલ્લું રહે છે. શનિદેવની મૂર્તિ પણ ખુલ્લા આકાશ નીચે છે. આ મંદિરમાં કોઇ પૂજા જરૂરી નથી કે કોઇ ચઢાવો જરૂરી નથી. અહીં શ્રદ્ધાળુઓ ઉપર કોઇપણ પ્રકારની પૂજા માટે કોઇ દબાવ નથી. એટલે જ, મંદિરમાં પૂજારીઓની સંખ્યા પણ ખૂબ જ ઓછી છે. આ એકમાત્ર એવું સ્થાન છે, જ્યાં આજે પણ ચોરી થતી નથી. આ કારણે અહીં શ્રદ્ધાળુઓના સામાન ચોરી થવાની કે ખોવાઇ જવાની કોઇ ફરિયાદ આજ સુધી આવી નથી. 100 રૂપિયામાં રહેવા માટે ભોજન અને 10 રૂપિયામાં ભરપેટ ભોજન મળે છે.

મહિલાઓને તેલ ચઢાવવાની મંજૂરી હતી નહીં.

400 વર્ષથી વધારે જૂના આ મંદિરમાં મહિલાઓને ભગવાન શનિની પૂજાની મંજૂરી હતી નહીં. મહિલાઓ દૂરથી જ દર્શન કરતી હતી. 2016માં કોર્ટના નિર્ણય બાદ અહીં મહિલાઓને શનિદેવને તેલ ચઢાવવાની અને પૂજા કરવાની મંજૂરી મળી ગઇ છે. ટ્રસ્ટમાં પણ કોઇ મહિલાને સ્થાન હતું નહીં. 2016માં પહેલીવાર મહિલાઓને ટ્રસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here