Saturday, April 20, 2024
HomeTejas Expressનાં કારણે આજથી 33 ટ્રેનના સમયમાં ફેરફાર, જાણી લો ટ્રેનનાં નામ
Array

Tejas Expressનાં કારણે આજથી 33 ટ્રેનના સમયમાં ફેરફાર, જાણી લો ટ્રેનનાં નામ

- Advertisement -

અમદાવાદ : આજથી ભારતદેશની બીજી ખાનગી ટ્રેનની પ્રવાસીઓ માટે નિયમિત સેવા શરુ કરવામાં આવી છે. તેજસની નિયમિત સેવાના કારણે આજથી 33 ટ્રેનના સમય અને સ્ટોપેજના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવેની 13 ટ્રેનોનાં સ્ટેશનો પર સ્ટોપેજ પરના સમયમા ફેરફાર કરવામાં આવ્યા છે. 11 ટ્રેનો વચ્ચેનાં સ્ટેશનો પર 5થી 10 મિનિટ સુધી પરિવર્તિત કરવામાં આવ્યા છે.

કઇ ટ્રેનોનાં સમયમાં ફેરફાર થયો

    • 2655 અમદાવાદ-એમજીઆર,ચેન્નાઈ સેન્ટ્રલ, નવજીવન એક્સપ્રેસ અમદાવાદથી 25 મિનિટ મોડી ઉપડશે.

 

    • 19016 પોરબંદર-મુંબઈ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 55 મિનિટ મોડી ઉપડશે

 

    • 14 મેલ એક્સેપસ ટ્રો અને 4 મેમુ ટ્રેનો ફક્ત વચ્ચેના સ્ટેશનો પર 5થી 10 મિનિટનાં પરિવર્તિત સમયે ચાલશે
    • 2 મેલ અને એક્સપ્રેસ ટ્રેન અને 2 મેમુ ટ્રેનના સમયમાં 5 મિનિટનો વધારો કરવામાં આવ્યો છે.

 

મહત્વપૂર્ણ છે કે, 17 જાન્યુઆરીએ અમદાવાદ -મુંબઈ વચ્ચે તેજસ ટ્રેનને શરુ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીલી ઝંડી આપીને રવાના કરી હતી.જોકે, તેજસની સ્પીડ 130 કિલોમીટર નક્કી કરાવમાં આવી છે. તેજસ ટ્રેનની પ્રવાસીઓ માટે નિયમિત સેવા શરુ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા ખાનગી તેજસ ટ્રેનને સમયસર ચલાવવા માટે રેલવે નિયમિત ચાલતી 33 ટ્રેનનાં સમય અને સ્ટોપેજ પરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નિયમિત ચાલતી ટ્રેનના સમયમાં ફેરફાર કરતા હજારોની સંખ્યમાં અપ-ડાઉન કરતા પ્રવાસીઓ ઉપર મોટી અસર પહોચશે. પરંતુ રેલવે મંત્રાલયને પણ ખાનગી ટ્રેન સારી રીતે અને સમયસર ચાલે તેમાં જ રસ છે. એટલા માટે રેલવેની ટ્રેનનાં સમયમાં ફેરફાર કરી નાખ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular