થરા નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણી ના વહેણ નીં સફાઇ નહિ થતાં લોકોમા ભય નીં લાગણી જૉવામળી રહી છે ભારે વરસાદ થાય તો અનેક વિસ્તાર ડૂબવાની ભીતિ સેવાહી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા ચોમાસા ના આગમન પૂર્વે સચિવો કલેકટરૉ ડી ડી ઓ પોલીસ વડાઓનીં બેઠક કરી ગ્રામપંચાયત થી માંડીને મહાનગર પાલિકા સુધીના વહિવટ તંત્ર ને પોતાના વિસ્તાર માં ચોમાસું એક્શન પ્લાન બનાવી અગમચેતીના પગલાંરૂપે તમામ કાર્યવાહી 15મી જૂન સુધી પૂરી કરવાની હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા તંત્ર આજ સુધી ઘોરનિંદ્રા માં હોય તેમ લાગી રહ્યું છે થરા પાલિકા વિસ્તારમાં વરસાદી પાણી ના વહેણ ના માર્ગો નીં હજી સુધી કોઈ કાર્યવાહી થઈ જ નથી તો ભયજનક મકાનો દીવાલો વ્રુક્ષો હોલ્ડિંગો ઊંચા છાપરા કેં નીચાણવાળા વિસ્તાર માં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા અંગે કોઈ જ કાર્યવાહી થઈ નથી આ બાબતે પાલિકા તંત્ર માં તપાસ કરતા જાણવા મળ્યુ કેં કાગળ પર એક્શન પ્લાન દર વર્ષનીં જેમ બનાવીને મૂક્યો છે બાકી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી થરા પાલિકા ના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી નીં બદલી થતાં રાધનપુર પાલિકા ના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી ને ચાર્ચ અપાયાંનું જાણવા મળેલ છે.
પાલિકાના સેનીટેશન ઇન્સ ચૌધરી ને પૂછતા તેમને જણાવ્યું હતું કેં આ બાબતે કોઈ કાર્યવાહી કરી નથી તમે અમને જાગ્રુત કર્યા તો હવે કામગરી ચાલુ કરશું હુ એકલો છુ કેટલી જગ્યાએ થાઉં સર્વિષ રૉડ ના ફૂટપાથ ગટરો ગંધકી એંઠવાડ કચરાથી પૂરેપૂરી ભરાઈ ગઈ છે જેની સામે લોકોનો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે પરંતુ આ ગટરોની સફાઇ નીં જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીનીં આવે છે તેમણે જાણ કરવા છતા છેલ્લા ત્રણ ચાર વર્ષ થી આ ગટર બરાબર સફાઇ થતી નથી જેના કારને માથું ફાડી નાખે તેવી દ્રૂગધ મારે છે ને વરસાદ ના સામન્ય જાપટા થી આ ગંદુ પાણી ગટર માથી બેંક મારી રૉડ પર પથરાય છે પાલિકા વિસ્તાર માં થરા પ્રાથમીક શાળા નંબર 2 તેરવાડીયાવાસ વાઘરીવાસ રબારીવાસ આબેટકરવાસ મુનેચાવાસ સહિત ના કેટલાક વિસ્તારો ભારે વરસાદથી ડૂબમાં જાય તેવી પૂરી શક્યતા છે.
આ વિસ્તાર ના વરસાદી પાણીના વહેણ ના મુખ્યમાર્ગ નીં સફાઇ થઈ નથી તેમજ વિકાસ કામોના નામે પાલિકાએ આડેધડ બાંધકામ કર્યા છે જે આ વિસ્તાર માટે ખતરારૂપ સાબિત થસે રૉડ ના ગરનાળાનીં આગળ બાવળના જુડ માટીના ઢગલા હટાવવા પ્રયત્ન કરશે કેં કેમ જે બાંધકામો થયા છે જૂના મકાનો ને નોટિસ આપીશું એમ કહે છે પણ ક્યારે કાર્યવાહી થાસે જુલાઈ બે હજાર સત્તર નું વરસાદી પૂર નું તાંડવ આજે લોકોને ધ્રુજાવે છે ત્યારે પાલિકાની આ રેઢિયાળ નીતિ સામે ચૂંટાયેલા કોપ્રેટરો કેમ ચુપ છે અત્યાર સુધી કાયમી ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી નીં ગત સપ્તાહ જ બદલી થઈ તો તે પહેલા તેમને કોઈ કામગરી કેમ ના કરી ઇન્ચાર્ચ ચીફ ઓફિસ સર ચોમાસું એક્શન પ્લાન ના અમલ પાછળ આજ સુધી માં સુ કાર્યવાહી થઈ તેમજ વાઉચર પર કેટલાનો ખર્ચ થયો તેનીં તપાસ કરસે આજે ત્રીજી જુલાઈ થી સાતમી જુલાઈ બે હજાર ઓગણીસ સુધી ભારે થી અતિ ભારે વરસાદ નીં આગાહી હવામાન ખાતા તરફ થી આપવામાં આવી છે ત્યારે કાંકરેજ તાલુકા માં ભારે થી અતિ ભારે વરસાદ થાય તો થરા પાલિકા વિસ્તાર ના થરા પ્રાથમિક શાળા નં 2. તેરવાડીયાવાસ વાઘરીવાસ રબારીવાસ આંબેડકરવાસ મુનેચાવાસ ભક્તિનગર વિતરાક નવકાર સોસાયટીઓ થતાં ક્રૂષ્ણ ગૌશાળા ચોર્યાસીસોસાયટી થરા સરકારી રેફરલ હૉસ્પિટલ થરા પ્રાથમિક શાળા નં 1.અને આજુબાજુ નો કેટલાક વિસ્તાર ડૂબ માં ફેરવાય તેવી શક્યતા છે લોકો ના માલસામાનને મોટુ નુકશાન થાય તેવી પૂરી શક્યતા જોવા મળતી હોવા છતા થરા પાલિકા નીં ઘોર નિંદ્રા થી ઉડતી નથી ત્યારે ડીસા પ્રાત અધિકારી શ્રી જિલ્લા પાલિકા તંત્ર ને જાગૃત કરશે ખરા તેવી લોક માંગ છે
રીપોર્ટર : માનસિંહ ચૌહાણ, CN24NEWS, થરા – કાંકરેજ, બનાસકાંઠા