Friday, December 6, 2024
Homeવરાછા જૂની ઝોન ઓફિસ પાલિકાની જાળવણીનાં અભાવે હાલ ભંગારનાં ગોડાઉનમાં પરવર્તિત
Array

વરાછા જૂની ઝોન ઓફિસ પાલિકાની જાળવણીનાં અભાવે હાલ ભંગારનાં ગોડાઉનમાં પરવર્તિત

- Advertisement -

સુરતઃવરાછા ભાતની વાડી પાસે આવેલી અને લાખોનાં ખર્ચે તૈયાર થયેલી વરાછાની જૂની ઝોન ઓફિસ પાલિકાની જાળવણીનાં અભાવે હાલ ભંગારનાં ગોડાઉનમાં પરવર્તિત થઈ ગઇ છે. કચેરીમાં મોટાપાયે વિવિધ વિસ્તારમાંથી પાલિકાના ભંગારનો ઢગલો થઈ જતાં ચિક્કાર ગંદકીનાં દ્દશ્યો સામે આવી રહ્યા છે. પાલિકા સંચાલિત મિલકત હોવા છતાં પરિસરમાં ગંદકીનાં ઢેરના લીધે પાલિકાનું સ્વચ્છ અભિયાન પણ કઇ દિશામાં જઇ રહ્યું છે તેનો અંદાજ મળી આવતો હતો.

કચરા પેટીનો જથ્થો ખડકી દેવાયો

વરાછાનું કદ વધવાની સાથે લંબે હનુમાન રોડ પર વિશાળ ક્ષેત્રફળમાં નવી ઝોન ઓફિસ બનાવવામાં આવી હતી. તે પહેલાં મીની બજાર ખાતેની એક સમયની સતત વ્યસ્ત રહેતી જૂની ઝોન ઓફિસ હાલ કચેરીઓનું સ્થળાંતર થતાં તે વણ ઉપયોગી બની જવા પામી છે. પરિણામે હાલ જુની ઝોન ઓફિસ ભંગાર ઈલેક્ટ્રિક પોલ્સ, કચરાપેટી, મોબાઈલ ટોઇલેટ સહિતના સ્ક્રેપ ઠાલવવા માટેનું ગોડાઉન બની ગયું છે. જે તે સમયે મોટા ખર્ચે તૈયાર થયેલી જુની ઝોન ઓફિસનો કોઈ ઉપયોગ નહીં રહેતા પાલિકાને કચેરીની જાળવણી માટે પણ હવે ફુરસદ રહી નથી. મહત્વની બાબત એ છે કે, તાજેતરમાં જ શહેરભરમાંથી દૂર કરાયેલા ગાર્બેજ કન્ટેનરના સ્થાને પાલિકા દ્વારા નવી ખરીદાયેલી ક્રેડાઇલ સુકો-ભીનો કચરાની પેટીઓનો જથ્થો પણ અહીં જ ખડકી દેવામાં આવ્યો છે. જે કોઇ માવજાત વગર ધૂળ ખાઈ સબડી રહી છે. આ ઉપરાંત કચેરીનાં ઓરડાઓ પણ ખીચોખીચ સ્ક્રેપથી ભરેલા જોવા મળે છે.

ઓફિસ ખંડેર હાલતમાં

વરાછા જૂની ઝોન ઓફિસમાં હાલ નગર રચના અધિકારીની કચેરી માટે ચાર ઓરડા તેમજ આવકનાં દાખલા સહિત વિવિધ સર્ટિફિકેટ કઢાવવા માટે બે ઓરડા ફાળવાયા છે. જ્યારે એક ઓરડામાં લાઇબ્રેરી ચાલે છે. આ સિવાય ત્રણ માળની ઝોન ઓફિસ સાવ ખંડેર સામાન જોવા મળી રહી છે. હાલમાં વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ અને એસટી ડેપો સહિતના વિકાસ કામો માટે જગ્યાની ઘટ વર્તાઈ રહી છે. ત્યારે પાલિકા દ્વારા કિંમતી મિલકતનો દૂરુપયોગ તંત્રની ગંભીર લાપરવાહી છતી કરી રહ્યું છે. પરિસરમાં સડી રહેલું ટન બંધ સ્ક્રેપનો જો નિકાલ કરાય તો આવક પણ થઈ શકે છે પરંતુ, તંત્ર સ્ક્રેપ દૂર કરવાની કે કચરાનો નિકાલ કરવાની પણ ફુરસતમાં નથી.જેના લીધે ગંદકીનાં થર જામતા નજીકના વસવાટમાં પણ તેનું પરિણામ ભોગવવું પડી રહ્યું છે.

મિલકતનો દુરુપયોગ યોગ્ય નથી

પાલિકા પાસે જગ્યાનો અભાવ છે, ત્યારે આટલી મોટી મિલકતનો દૂરુપયોગ યોગ્ય નથી. આટલી મોટી મિલ્કતને યોગ્ય ઉપયોગ માટે ફાળવવી જોઈએ. જુની ઝોન ઓફિસ પરિસરમાં જ થયેલી ગંદકીની યોગ્ય સફાઇ પાલિકાની કામગીરી સામે પ્રશ્નાર્થ મુકે છે. > ક્વોટનામ, ક્વોટ નામ

સફાઇનો પૂરતો ધ્યાન રખાશે

કચેરી પુરવઠા વિભાગને સોંપી છે પણ ત્યાં સામાન પાલિકાનો છે. અન્ય ગોડાઉનમાં પણ સામાન વધી જતાં અહીં સ્ક્રેપનો જથ્થો પડેલો છે. તપાસ કરી ગંદકીની સફાઇ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular