Wednesday, October 20, 2021
Homeગાંધીનગર કોરોનાને કારણે પરંપરા જળવાશે, માત્ર સ્થાનિકો જ ભાગ લઈ શકશે

કોરોનાને કારણે પરંપરા જળવાશે, માત્ર સ્થાનિકો જ ભાગ લઈ શકશે

 

ગત રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રૂપાલ દર્શન માટે ગયા હતા. ત્યારે કેટલાક ગ્રામજનોએ પલ્લીની પરંપરા જળવાઈ રહે તે માટે તેમને રજૂઆત કરતા મુખ્યમંત્રીએ આ દિશામાં આયોજનની ખાતરી આપી હતી. ગામમાં 15મી રાત્રે પરંપરાગતે પલ્લી કઢાશે, જેમાં બહારના કોઈપણ લોકોને આવવા નહીં દેવાય તથા નક્કી કરેલાં ગ્રામજનો પલ્લીમાં જોડાશે. તો બાકી રહેલાં અન્ય ગ્રામજનો પોતાના ઘરે જ રહીને પલ્લીના દર્શન કરશે.

જરૂર લાગશે તો રૂપાલમાં ફરી કોરોના ટેસ્ટ કરાશે!
ગત વર્ષ પલ્લીમાં જોડાયેલા ગ્રામજનોનો કોરોના ટેસ્ટ કરાયા હતા, જોકે હાલની સ્થિતિએ રૂપાલ ગામ 100 ટકા વેક્સિનેટેડ થઈજતા તંત્ર દ્વારા પલ્લીમાં જોડાનાર ગ્રામજનોના જરૂર લાગશે તો કોરોના ટેસ્ટ કરાશે.

600 જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત
ગામમાં અનિચ્છનિય બનાવ ન બને અને બહારથી આવતા લોકોને રોકી રખાય તે માટે 2ડીવાએસએપી, 10 પીઆઈ, 35 પીએસઆઈ, 350 પોલીસ જવાનો, 40 મહિલા પોલીસ, 200 હોમગાર્ડને બંદોબસ્તમાં મુકાશે. ગામમાં બહારથી આવવા-જવાના રસ્તા, 27 ચોક, મંદિરમાં શુક્રવારે બપોરથી બંદોબસ્ત ગોઠવાઈ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments