રામ મંદિરના ‘અશુભ મુહૂર્ત’ ને કારણે કોરોના પોઝિટિવ થયા અમિત શાહ, પુજારીઃ દિગ્વિજય સિંહ

0
0

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહ સહિત ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ કોરોના પોઝિટિવ થયા છે. હાલમાં જ કર્ણાટકના યેદીયુરપ્પા પણ કોરોના પોઝિટિવ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ સંજોગોમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે તેને અયોધ્યામાં પાંચ ઓગસ્ટે રામ મંદિર માટે થનારા ભૂમિ પૂજનના મુહૂર્ત સાથે જોડી દીધું છે. તેમણે બીજેપી પર સનાતન હિંદુ ધર્મની માન્યતાઓને નજરે ન લેવાનો આરોપ લગાવ્યો છે. તેમણે સોમવારે એક પછી એક ટ્વીટ કરીને ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સવાલ પુછ્યા હતા તેમણે એવું પણ કહ્યું કે રામ મંદિરના શિલાન્યાસ કરવાનું મુહૂર્ત અશુભ છે, તેવામાં તેને ટાળી દેવું જોઈએ.

દિગ્વીજય સિંહે ટ્વીટમાં લખ્યું કે, ‘સનાતન હિંદુ ધર્મની માન્યતાઓને નજરે ન લેવાનું પરિણામ’

1- રામ મંદિરના સમસ્ત પુજારી કોરોના પોઝિટિવ,
2- ઉત્તર પ્રદેશના મંત્રી કમલા રાણી વરુણનું કોરોનાથી સ્વર્ગવાસ
3- ઉત્તર પ્રદેશના ભાજપના અધ્યક્ષ કોરોના પોઝિટિવ હોસ્પિટલમાં
4- ભારતના ગૃહમંત્રી અમિત શાહ કોરોના પોઝિટિવ હોસ્પિટલમાં
5- મધ્યપ્રદેશના ભાજપના મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોરોના પોઝિટિવ હોસ્પિટલમાં
6- કર્ણાટકના ભાજપના મુખ્યમંત્રી કોરોના પોઝિટિ હોસ્પિટલમાં
ભગવાન રામ કરોડો હિંદુઓની આસ્થાના કેન્દ્ર છે અને હજારો વર્ષોથી અમારા ધર્મની સ્થાપિત માન્યતાઓના સાથે રમત ન કરો.

તેમણે વડાપ્રધાન મોદીને મુહૂર્ત ટાળવા માટે લખ્યું છે. હું મોદીજીને અુરોધ કરું છું કે 5 ઓગસ્ટના અશુભ મુહૂર્તને ટાળી દો, સેંકડો વર્ષ સંઘર્ષ પચી ભગવાન રામ મંદિરનું નિર્માણનો યોગ આવ્યો છે પોતાની હઠધર્મીતામાં તેમાં વિઘ્ન પડવાથી રોકો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here