Wednesday, August 4, 2021
Homeખેલલોકડાઉન-4 : યાત્રા પ્રતિબંધ અને મોન્સૂનના કારણે આગામી 4 મહિના સુધી IPL...

લોકડાઉન-4 : યાત્રા પ્રતિબંધ અને મોન્સૂનના કારણે આગામી 4 મહિના સુધી IPL થવાની સંભાવના ઓછી,

ગૃહ મંત્રાલયે રવિવારે રાત્રે લોકડાઉનના ચોથા ફેઝ માટેની ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં સ્ટેડિયમ અને સ્પોર્ટસ કોમ્પ્લેક્સને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ ઓછામાં ઓછો 31 મે સુધી ચાલુ રહેશે. આવી સ્થિતિમાં, દેશી અને વિદેશી બંને ખેલાડીઓ મુસાફરી કરી શકશે નહીં. તેવામાં આગામી 4 મહિના સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) થવાની સંભાવના બહુ ઓછી છે.

BCCIએ એક નિવેદન પણ જારી કરીને જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે 31 મે સુધી હવાઈ મુસાફરી પરના પ્રતિબંધો ચાલુ રાખ્યા છે. આવી સ્થિતિમાં, બોર્ડ ખેલાડીઓને તાલીમ આપવા અથવા ટૂર્નામેન્ટ શરૂ કરવાની ઉતાવળ કરશે નહીં.

અમે ઉતાવળમાં ટ્રેનિંગ શરૂ કરીશું નહીં : બીસીસીઆઈ

બોર્ડના ટ્રેઝરર અરુણ ધૂમલે કહ્યું કે, ખેલાડીઓની સલામતી અમારા માટે મહત્વપૂર્ણ છે. એવો નિર્ણય લેવામાં આવશે નહીં કે જેનથી કોરોના સામે લડાઈમાં ભારતના પ્રયત્નોને અસર થાય.

મોન્સૂનની સીઝન 1 જૂનથી શરૂ થાય છે

ભારતમાં મોન્સૂનની સીઝન 1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી છે. જોકે, આ પદ્ધતિમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. દેશના મોટાભાગની જગ્યાઓના તે 15 જૂન સુધીમાં સક્રિય થાય છે. આ વખતે પણ કેરળમાં ચોમાસું 4 દિવસ મોડું થશે. આઈપીએલની વાત કરીએ તો ચોમાસાને જોતાં જૂનથી ઓક્ટોબરના મધ્યમાં ભારતમાં ટૂર્નામેન્ટ થવી લગભગ અશક્ય છે.

ટીમ ઇન્ડિયાનું સપ્ટેમ્બર સુધીનું વ્યસ્ત શેડ્યૂલ

ટીમ ઇન્ડિયાએ જૂન-જુલાઈમાં શ્રીલંકા સામે તેમના ઘરે 3 વનડે અને 3 ટી 20 શ્રેણી રમવાની છે. આ પછી ઓગસ્ટમાં ઝિમ્બાબ્વે ટૂરમાં 3 વનડે મેચ રમવાની છે. આવતા મહિને એશિયા કપ પણ યોજાવાનો છે. ભારતીય ટીમ ઓગસ્ટના ત્રીજા અઠવાડિયાથી 15મી નવેમ્બર સુધી વ્યસ્ત રહેશે. આ સમય દરમિયાન, ફક્ત 7 દિવસનું અંતર રહેશે. જો BCCI આઈપીએલ માટે એકતરફી નિર્ણય લઈને આ શ્રેણીને રદ કરે છે, તો આઈસીસી તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.

ઓક્ટોબરમાં T-20 વર્લ્ડ કપ

આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં T-20 વર્લ્ડ કપ યોજાવાનો છે. આ ટૂર્નામેન્ટ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી યોજાશે. જો T-20 વર્લ્ડ કપ સ્થગિત અથવા રદ્દ થાય છે, તો આઈપીએલ નવેમ્બરના અંતથી સંપૂર્ણ ડિસેમ્બર સુધી ચાલશે.

T-20 વર્લ્ડ કપનો નિર્ણય આઈસીસી બોર્ડની બેઠકમાં

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની બેઠક 28 મેના રોજ થવાની છે. તે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T-20 વર્લ્ડ કપનું ભાવિ નક્કી કરશે. બીસીસીઆઈ અને આઈપીએલ ફ્રેન્ચાઇઝી આ બેઠક પર નજર રાખી રહ્યા છે.

આ અંગે ખેલાડીઓનું શું કહેવું છે

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, અમને દર્શકો સામે રમવાની ટેવ છે. આવી સ્થિતિમાં, જો ત્યાં ચાહકો વિના મેચ હોય, તો પછી તમે જાણતા નથી કે ખેલાડીઓ તેને કેવી રીતે લેશે. પરંતુ વિદેશમાં ટૂર્નામેન્ટ્સ આ રીતે શરૂ થઈ રહી છે.

આઈપીએલની 8 ટીમોમાં 64 વિદેશી ખેલાડીઓ

આઈપીએલની 8 ટીમોમાં 189 ખેલાડીઓ છે. તેમાં 64 વિદેશી છે. હવે તેમના માટે 31 મે સુધીમાં ભારત આવવું અશક્ય છે, કારણ કે દેશમાં તમામ પ્રકારની સ્થાનિક અને વિદેશી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ છે. ઉપરાંત, વિદેશી બોર્ડ તેમના ખેલાડીઓને કોરોના પર કાબૂ મેળવવામાં ન આવે ત્યાં સુધી ભારત આવવાની પરવાનગી આપશે નહિ.

આઈપીએલ રદ થતાં 3 હજાર કરોડનું નુકસાન

બીસીસીઆઈના ટ્રેઝરરે પહેલા જ કહ્યું છે કે IPL સીધી રદ્દ કરી શકાતી નથી. જો ટૂર્નામેન્ટ રદ કરવામાં આવે તો લગભગ 3 હજાર કરોડનું નુકસાન થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments