પોલીસ અધિકારી સહિત ફાયરની ટીમ દોડી ઘટના સ્થળ પર પહોંચી મૃતકની ડેડ બોડી બહાર કાઢવામાં આવી છે…..
જામનગરના હડીયાણા પાસે ગઈરાત્રે રેતી ભરીને આવતા બે ડમ્પરને સામેથી ખાણખનિજ ખાતાની ટુકડીની જીપ મળતા ગભરાયેલા એક ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર ભગાડ્યા પછી એક જગ્યાએ તેને રાખી દઈ પગપાળા દોટ મૂકી હતી. જેમાં આ યુવાન ઊંચાઈ પરથી ખાબકી જતા મોતને ભેટ્યો છે. આ મામલો ભારે ચકચાર જગાવી છે ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારી દોડ્યા હતા. આ બનાવની વિધિવત ફરિયાદ નોંધવાની તજવીજ કરવામાં આવી રહી છે.
જાણવા મળતી વિગત મુજબ સામેથી આવેલી જીપમાં રહેલા ગાર્ડ તથા અધિકારીઓને ઉતરતા જોઈ બંને ડમ્પરના ચાલક પોતાના વાહન ઊભા રાખી નાસી જવાની પેરવી માં હતા. તે દરમ્યાન એક ડમ્પરનો ચાલક વિજય કોળી નાસવા લાગ્યો હતો જ્યારે બીજો ડમ્પર ચાલક નાસી જાય તે પહેલાં ગાર્ડ તથા અધિકારી પાસે આવી જતા તે રોકાઈ ગયો હતો. તે પછી કોઈ પણ રીતે ‘વાત ચિત’ થઈ જતા ખાણખનિજની ટુકડી સ્થળ પરથી રવાના થઈ ગઈ હતી ત્યારે ડમ્પર ચાલકે પોતાના સાથી ની શોધખોળ આદરી હતી પરંતુ વિજયનો પત્તો સાંપડ્યો ન હતો. આથી જામનગર સ્થિત ડમ્પર માલિકોને તેની જાણ કરવામાં આવી હતી.
ગુમ થઈ ગયેલા વિજયની આખી રાત શોધખોળ કર્યા પછી આજે સવારે મોરકંડા નજીકના એક ડુંગર જેવા ભાગ પાસે વિજય જે ડમ્પર ડ્રાઈવિંગ કરતો તે મળી આવેલ તેમજ તે ખાઈમાં નીચે વિજય પડેલો જોવા મળેલ ત્યારે ત્યાં હાજર લોકોએ તાત્કાલિક આ બનાવની પોલીસને જાણ થતા જોડિયા પોલીસ કાફલો તેમજ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડ્યો હતો. તેઓએ તપાસ કરતા વિજય કોળી મૃત્યુ પામેલો જણાઈ આવ્યો હતો.
આ બનાવની પોલીસને જાણ થતા જોડિયા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. જોડિયા પોલીસ મથક દ્વારા ભાગવા જતા ડમ્પરના ડ્રાઈવર વિજયભાઇનુ ઉંડી ખીણમાં પટકાઇ પડતા મોતને ભેટ્યો હોવાનુ જાહેર કરાયું છે.
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર