દહેગામ : બાયડ રોડ ઉપર ડમ્ફર ચાલક ને જોકુ આવી જતા કપચી ભરેલી ગાડી ઝાડ સાથે અથડાઈ

0
0

દહેગામ બાયડ રોડ ઉપર રાત્રીના ચાર વાગ્યાના સુમારે બાયડ તરફથી આવતુ એક ડમ્ફર ચાલકને અચાનક જોકુ આવી જતા કપચી ભરેલી ગાડી નીચે ઉતરીને જતા ત્રણ બાવળના ઝાડ સાથે ટકરાતા ડ્રાઈવરનો ચમત્કારી બચાવ.

ગાંધીનગર જિલ્લાના દહેગામ બાયડ મુખ્ય રોડ ઉપર રાત્રીના ચાર વાગે બાયડ તરફથી આવતુ ડમ્ફર ગાડી નંબર જીજે-૩૫- ટી- ૧૯૯૮ નો ચાલક બાયડ તરફથી કપચી ભરીને દહેગામ બાજુ આવી રહ્યો હતો ત્યારે દહેગામ પાસે આવેલા મુસીપુર પાટીયા પાસે  અચાનક ડ્રાઈવરને ચાલુ ગાડીએ જોકુ આવી જતા આ ગાડી રોડની નીચે ઉતરી જતા સીધી જ ત્રણ બાવળના ઝાડ સાથે ધડાકાભેર ટકરાતા બે બાવળના કુડચે કુડચા બોલાઈ જવા પામ્યા છે. અને ડ્રાઈવરનો ચમત્કારી બચાવ થવા પામ્યો છે. ત્યારે આ મુખ્ય માર્ગ ઉપર આ બનાવ બનતા આવતા જતા વાહન ચાલકોની રાત્રીના સમયે પણ લાંબી કતારો લાગી હતી. અને લોકોએ આ ગાડીના હાલ હવાલ કેવા છે તેવી માહિતી પુછતા નજરે પડતા હતા. અને આ ડમ્ફરનો આગળના ભાગના કુડચે કુડચા બોલાઈ જવા પામ્યા છે પરંતુ અંદર ચાલક બચી ગયો તે ચમત્કારીક કહેવાય તેવુ આ માર્ગ ઉપર આવતા જતા રાહદારીઓના મુખે આ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.

 

  • રાત્રીના સમયે આ ડમ્ફર ઝાડ સાથે ટકરાતા ડમ્ફરના આગળના ભાગના અને બાવળના ઝાડના કુડચે કુડચા બોલાઈ જવા પામ્યા પરંતુ ડ્રાઈવર ચાલકનો ચમત્કારી બચાવ
  • બાયડ તરફથી કપચી ભરેલી આવતી આ ડમ્ફર ચાલક કઈ રીતના ટકરાયો તે જોવા માટે આ માર્ગ ઉપર રાત્રીના સમયે પણ લોકોની ભારે ભીડ જામી

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here