અમદાવાદ: વિશ્વ ઉમિયાધામ ખરેખર વિશ્વવિખ્યાત થયાનું પ્રમાણ તાજેતરમાં જ જોવા મળ્યું છે. અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલી ટાઈમ્સ સ્ક્વેર બિલ્ડિંગ પર અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વ ઉમિયાધામ મંદિર અને તેમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. અયોધ્યાના રામ મંદિર બાદ વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામની 5 મિનિટની ઝલક ટાઈમ્સ સ્ક્વેર પર રજૂ કરાઈ
ત્યારે સનાતન ધર્મ કી જયના જયઘોષ સાથે ન્યૂયોર્કનું ટાઈમ્સ સ્ક્વેર ગુંજી ઉઠ્યું હતુ.અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલી ટાઈમ સ્ક્વેર બિઝનેસ પાર્કની દીવાલો પર બપોરના સમયે વિશ્વ ઉમિયાધામ મંદિરની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરના ઈતિહાસમાં પ્રથમ વખત સતત 5 મિનિટ સુધી ભારતના કોઈ મંદિરની પ્રવૃતિઓ અને મંદિરની ઝાંખી ત્યાં પ્રસ્તુત કરવામાં આવી હતી.