અમદાવાદ : શ્રમિકો સાથે ડુપ્લિકેટ ટિકિટ નહિ ટોકનનું કૌભાંડ, ત્રણ શખ્સોએ 300 શ્રમિકો પાસેથી પૈસા પડાવ્યા

0
6

અમદાવાદ. રાજ્યમાં શ્રમિકો એક તરફ વતન જવા આતુર છે ત્યારે આવા શ્રમિકો પાસેથી સરકાર ભાડું વસુલી તેમને વતન મોકલવાની કાર્યવાહી કરી રહી છે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રહેતા યુપી અને બિહાર જવા માંગતા શ્રમિકોને ઉત્તર ભારત વિકાસ પરિષદ દ્વારા સરસપુર હરિભાઈ ગોદાણી હોસ્પિટલ પાસે ભાજપ કાર્યાલય પર ભાડું વસુલી રજીસ્ટ્રેશન બાદ ટોકન આપવામાં આવતું હતું. ઓઢવ અને નિકોલમાં રહેતા 3 લોકોએ ડુપ્લીકેટ ટોકન બનાવી શ્રમિકો પાસેથી રૂ.1000 પડાવી લીધાં હતાં. આ મામલે રામોલ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

રામોલ પોલીસ સ્ટેશનના પી.આઇ કે.એસ.દવે એ CN24NEWS સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે ઝડપાયેલા આરોપીઓ ઉત્તર ભારત વિકાસ પરિષદમાં કાર્યકર્તા તરીકે જ કામ કરતા હતાં. આરોપીઓ ટોકનનો ફોટો પાડી સ્કેન કરી અને પ્રિન્ટ કાઢી લેતાં હતા અને પછી શ્રમિકોને 1000માં વેંચતા હતા.

અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં રહેતા યુપી અને બિહાર જવા માંગતા શ્રમિકોને ઉત્તર ભારત વિકાસ પરિષદ દ્વારા સરસપુર હરિભાઈ ગોદાણી હોસ્પિટલ પાસે ભાજપ કાર્યાલય પર ભાડું વસુલી રજીસ્ટ્રેશન બાદ સિરિયલ નંબર, ટ્રેનનું નામ અને દિનેશ કુશવાહ લખી ટોકન આપવામાં આવતું હતું. 15 તારીખે પટના, વારાણસી, ગોરખપુર વિસ્તારની કુલ 6 ટ્રેન માટે 9600 રજિસ્ટ્રેશન કર્યા હતાં, જેમાં 6 ટ્રેનમાં શ્રમિકો ગયા હતા જેમાં 350 શ્રમિકો બાકી રહ્યા હતા. 16 મે ના રોજ જે શ્રમિકો જવાના બાકી હતા તેમના ટોકનનો રંગ જોતા બદલાયેલા હતાં. એક શ્રમિકને પૂછતાં તેણે નિકોલ મરાઠીની ચાલીમાં રહેતા સંજય મિશ્રા પાસેથી 1000 લેખે ખરીદ્યા હતા. સંજયને ફોન કરી પૂછતાં તેણે નિકોલમાં રહેતા આદિત્ય શુક્લ અને ઓઢવમાં રહેતા અશોકસિંહ રાજપૂત પાસેથી એક ટોકનના 750 લેખે ટોકન ખરીદ્યા હતા. જેના પર પોતાના 250 રૂપિયા કમિશન લગાવી શ્રમિકોને આપતો હતો. ઉત્તર ભારત વિકાસ પરિષદના નામે ડુપ્લિકેટ ટોકન બનાવી શ્રમિકો સાથે છેતરપિંડી આચરતા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here