પ્રમોશન દરમિયાન સોનાક્ષી સિન્હાનું જોવા મળ્યુ સ્ટનિંગ લુક

0
87

અભિનેત્રી સોનાક્ષી સિન્હા આ દિવસોમાં ફિલ્મ ‘દબંગ ૩’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રીના એકથી વધારે લુક જોવા મળી રહ્યા છે. ટ્રેડીશનલથી લઈને વેસ્ટર્ન લુકમાં સોનાક્ષી સિન્હા જોવા મળી હતી. પેન્ટ સાથે સાડી પહેરીને સોનાક્ષીએ સાબિત કરી દીધું છે કે, તે પોતાની ફેશનથી કોઈને પણ ટક્કર આપી શકે છે.

તાજેતરમાં સોનાક્ષી સિન્હાએ પ્રમોશન દરમિયાન બે લુક શેર કર્યા હતા. એક લુકમાં તે અનામિકા ખન્ના દ્વ્રારા ડિઝાઈનની હાઈ-થઈ સ્લિટ રફલ મેક્સી સ્કર્ટમાં જોવા મળી રહી છે. આ સ્કર્ટ પાછળથી ઘણું લોન્ગ છે. આ લુક સાથે સોનાક્ષી સિન્હાએ સિમ્પલ ક્રોપ ટોપ કૈરી કર્યું છે. તેની સાથે જ ઉપરથી પ્રિન્ટેડ કેપ જેકેટથી પોતાના લુકથી કમ્પલીટ કર્યું હતું.

એક્સસેરીઝની વાત કરીએ તો સોનાક્ષી સિન્હાએ સિલ્વર નેકલેસ અને ઈયરિંગ્સ પહેર્યા છે. તેની સાથે જ સ્મોકી આઈઝ અને મેટલીપ સાથે સિમ્પલ ઓપન હેર સાથે પોતાના લુકને કમ્પલીટ કર્યું છે. જ્યારે બીજા લુકની વાત કરીએ તો તે ક્રોપ નોટેડ ટોપ સાથે મેચિંગ સ્કર્ટમાં કમાલની જોવા મળી રહી છે. તેની સાથે સામાન્ય મેકઅપ, પોની અને મોટા-મોટા હુપ્સ તેમના લુકને સુંદર બનાવી રહ્યા છે. આ લુકમાં સોનાક્ષી સિન્હા ખુબ સુંદર જોવા મળી રહી હતી.

ફિલ્મની વાત કરીએ તો તેમાં સોનાક્ષી સિન્હા સિવાય સલમાન ખાન, સાઈ માંજેકર, કિચ્ચા સુદીપ જેવા ઘણા સ્ટાર્સ છે. સાઈ માંજેકરની આ ડેબ્યુ ફિલ્મ છે. ફિલ્મ ૨૦ ડીસેમ્બરના રીલીઝ થઈ રહી છે.

જુઓ આગળ વધુ ફોટોસ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here