‘રામાયણ’ના શૂટિંગ સમયે સુનીલ લહરીની ધોતી નીકળી ગઈ હતી, શત્રુધ્ન બનેલા સમીર રાજડાએ મદદ કરી હતી

0
15

મુંબઈ. રામાનંદ સાગરની ‘રામાયણ’ના શૂટિંગ સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સાઓ સુનીલ લહરી સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કરીને સંભળાવે છે. આ વખતે સિરિયલના એક સીનમાં ભગવાન રામ (અરૂણ ગોવિલ), લક્ષ્મણ (સુનીલ લહરી), ભરત (સંજય જોગ) તથા શત્રુધ્ન (સમીર રાજડા) ગુરુકુળમાંથી મહેલ પરત ફરે છે. આ સમયના બે કિસ્સા શૅર કર્યાં હતાં.

પહેલો કિસ્સોઃ સેટ પર ધોતી નીકળી ગઈ

સુનીલે કહ્યું હતું કે જ્યારે સિરિયલના શૂટિંગમાં ચારે ભાઈઓ ગુરુકુળથી મહેલમાં પરત ફરે છે. આ સિક્વન્સનું શૂટિંગ ચાલતું હતું. મહેલ આવ્યા બાદ ચારેય ભાઈઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે સુનીલનો પગ ધોતીમાં ફસાઈ ગયો હતો અને તેને કારણે ધોતી નીકળી ગઈ હતી. જોકે, પૂરી રીતે ધોતી નીકળી નહોતી. કમર પર કંદોરો હોવાથી ધોતી રહી ગઈ હતી. મહત્ત્વનો સીન હતો એટલે તેઓ વચ્ચેથી શૂટિંગ અટકાવવા માગતા નહોતો. આથી જ તેમણે શત્રુધ્નનો રોલ પ્લે કરતાં સમીર રાજડાને પાછળથી ધોતી પકડવાનું કહ્યું હતું અને આ રીતે શૂટિંગ પૂરું કર્યું હતું.

બીજો કિસ્સોઃ ઉબટન લગાવતા સમયે ગલગલીયાં થતાં હતાં

સુનીલે બીજો કિસ્સો પણ આ જ સીન સાથે જોડાયેલો હતો, જેમાં ચારેય ભાઈઓને ઉબટન લગાવવામાં આવતું હતું. જોકે, ઉબટન લગાવતા વખતે સુનીલને ઘણાં જ ગલગલીયાં થતા હતાં અને તેઓ હસી પડતા હતાં. આને કારણે શૂટિંગ કરવું મુશ્કેલ હતું. જોકે, તેમણે હસવા પર કંટ્રોલ કરીને શૂટ પૂરું કર્યું હતું.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here